Business

ખરાબ તબક્કામાંથી બહાર આવવા માટે વિરાટ કોહલી બધી રીતે સક્ષમ : મહેલા જયવર્ધને

દુબઇ : શ્રીલંકાના (Srilanka) માજી કેપ્ટન (Caption) અને સ્ટાર બેટર મહેલા જયવર્ધનેએ કહ્યું છે કે ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી શ્રેષ્ઠતમ ખેલાડી (Player) છે અને લાંબા સમયથી ચાલી આવતા પોતાના ખરાબ ફોર્મમાંથી બહાર આવવા માટે તે બધી રીતે સક્ષમ છે. જયવર્ધનેએ આઇસીસી રિવ્યુ કાર્યક્રમમાં કહ્યું હતું કે વિરાટ હાલ જે તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે તે તેની કમનસીબી છે. પણ તે શ્રેષ્ઠતમ ખેલાડી છે અને મારું માનવું છે કે વિરાટ પાસે આ તબક્કામાંથી બહાર નીકળવા માટે જરૂરી તમામ સંસાધન છે.

  • માજી શ્રીલંકન કેપ્ટના મતે વિરાટ હાલ જે તબક્કામાંથી પસાર થાય છે તે કમનસીબી છે પણ તે શ્રેષ્ઠતમ ખેલાડી છે અને તેમાંથી તે બહાર આવી જશે
  • કેએલ રાહુલ લાંબા સમયથી મેચ રમ્યો ન હોવાથી તેને સમસ્યા નડી શકે અને તે ભારત માટે પણ ચિંતાનો વિષય બની શકે : જયવર્ધને

જયવર્ધનેએ કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે તે આ ખરાબ સમયમાંથી બહાર આવવામાં સફળ થશે. તેણે એવું ઉમેર્યું હતું કે ફોર્મ ટેમ્પરરી હોય છે પણ ક્લાસ તો પરમેનન્ટ હોય છે. કોરોનાના કારણે વેસ્ટઇન્ડિઝ પ્રવાસે ન જઇ શકેલા કેએલ રાહુલની એશિયા કપ માટે વાપસી થઇ છે, તેના માટે જયવર્ધનેએ કહ્યું હતું કે લાંબા સમયથી મેચ ન રમવાને કારણે કેએલ રાહુલને સમસ્યા નડી શકે છે અને તે ભારત માટે પણ ચિંતાનો વિષય બની શકે છે. તે આઇપીએલ પછીથી ક્રિકેટથી દૂર રહ્યો છે અને આ સ્થિતિમાં ક્રિઝ પર વધુ સમય વિતાવવો તેના માટે સારો રહેશે. શ્રીલંકાના માજી કેપ્ટને એવું પણ કહ્યું હતું કે જો રાહુલ પોતાની વાપસી પર પ્રભાવ ન પાથરી શકે તો રોહિતની સાથે કોઇ ડાબોડી ખાસ કરીને ઋષભ પંત પાસે ભારતે દાવની શરૂઆત કરાવવી જોઇએ.

Most Popular

To Top