Sports

સાતત્ય વિહોણી લખનઉ સુપર જાયન્ટ્સ સામે આજે રાજસ્થાન રોયલ્સનો મજબૂત પડકાર

જયપુર : ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની (IPL) વર્તમાન સિઝનમાં સાતત્યવિહોણી લખનઉ સુપરજાયન્ટ્સની ટીમ સામે આવતીકાલે બુધવારે રાજસ્થાન રોયલ્સના (RR) રૂપમાં આકરો પડકાર હશે. લખનઉએ જો જીતના માર્ગે પરત ફરવું હોય તો તેને પોઈન્ટ્સમાં ટોચની ક્રમાંકિત રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં રમતના દરેક વિભાગમાં સારું પ્રદર્શન કરવું પડશે. લખનઉની ટીમે અત્યાર સુધી ત્રણ મેચ જીતી છે જ્યારે બે મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. તેની પાસે પ્રતિભાની કમી નથી પરંતુ તેના પ્રદર્શનમાં સાતત્યનો અભાવ છે.

  • લખનઉ પાસે કાઇલ માયર્સ, નિકોલસ પૂરન અને માર્કસ સ્ટોઇનીસ જેવા પાવર હિટર છે પણ મોટી ભાગીદારી ન થવી એ તેમની મોટી ચિંતા છે
  • લખનઉ સુપર જાયન્ટ્સે પ્રતિભાશાળી રવિ બિશ્નોઇનો ડેથ ઓવરને બદલે મિડલ ઓવરમાં ઉપયોગ કરશે તો મોટો ફાયદો થઇ શકે

પંજાબ કિંગ્સ સામેની છેલ્લી મેચમાં લખનઉની ટીમ મિડલ ઓવરોમાં લથડી પડતાં પડી હતી. કેપ્ટન કેએલ રાહુલ 56 બોલમાં 74 રન બનાવીને ફોર્મમાં પરત ફર્યો હોવાથી ટીમ માટે તે એક પોઝિટિવ સંકેત છે. લખનૌ પાસે કાઇલ માયર્સ, નિકોલસ પૂરન અને માર્કસ સ્ટોઇનિસના રૂપમાં સારા પાવર હિટર છે પરંતુ તેમના બેટ્સમેનો સારી ભાગીદારી જાળવી શક્યા નથી. પંજાબ સામેની મેચમાં પ્રતિભાશાળી રવિ બિશ્નોઈને બોલ મોડો સોંપવાની લખનઉએ ભૂલ કરી હતી. બિશ્નોઈ તેની ગુગલી વડે બેટ્સમેનોને પરેશાન કરવામાં માહેર છે અને સુકાની રાહુલે ડેથને બદલે મિડલ ઓવરોમાં તેનો ઉપયોગ કરવો જોઈએ. ટીમના અન્ય બે સ્પિનરો કૃષ્ણપ્પા ગૌતમ અને કૃણાલ પંડ્યા તેમની ભૂમિકા સારી રીતે નિભાવી રહ્યા છે. લખનઉ પાસે માર્ક વુડ અને અવેશ ખાનના રૂપમાં સારા ફાસ્ટ બોલર છે.

Most Popular

To Top