World

ઓસ્ટ્રેલિયાની પાંચ યુનિવર્સિટીઓએ ભારતીય વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો

મેલબોર્ન: વિદેશમાં ભણવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ (Indian Sutdents) માટે ખરાબ સમાચાર આવ્યા છે. ઓસ્ટ્રેલિયાની (Australia) પાંચ યુનિવર્સિટીઓએ (University) ભારતીય વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ (Ban) મુકી દીધો છે. દક્ષિણ એશિયામાંથી ફેક સ્ટુડન્ટના (Fake Students) પ્રમાણમાં મોટી સંખ્યામાં વધારો થયો હોવાની ફરિયાદોના પગલે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.

દક્ષિણ એશિયામાંથી આ દેશમાં કામ કરવા-અભ્યાસ નહીં કરવા માગતી છેતરપિંડીની અરજીઓમાં વધારા વચ્ચે ઓછામાં ઓછી પાંચ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓએ કેટલાક ભારતીય રાજ્યોના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂક્યા છે, એમ એક મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.

ઓસ્ટ્રેલિયા તેના અત્યાર સુધીના સૌથી વધુ વાર્ષિક ભારતીય વિદ્યાર્થીઓના પ્રવેશના માર્ગે છે, 2019માં 75,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો જે અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો છે. વર્તમાન વધારાએ ઓસ્ટ્રેલિયાની ઇમિગ્રેશન સિસ્ટમની અખંડિતતા અને દેશના આકર્ષક આંતરરાષ્ટ્રીય શિક્ષણ બજાર પર લાંબા ગાળાની અસર અંગે સાંસદો અને શિક્ષણ ક્ષેત્રએ ચિંતાઓ વ્યક્ત કરી છે, એમ એક અખબારે મંગળવારે અહેવાલ આપ્યો હતો.

‘કોઈ પણ વ્યક્તિની અપેક્ષા કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધુ થઈ છે’, એમ વૈશ્વિક શિક્ષણ ફર્મ નેવિટાસના જોન ચ્યુએ કહ્યું હતું ‘અમે જાણતા હતા કે માગ ઘણી હશે, પણ બનાવટી વિદ્યાર્થીઓમાં પણ વધારો થયો છે’, એમ તેમણે કહ્યું હતું.
યુનિવર્સિટીઓ દ્વારા ઘણી અરજીઓ માટે માનવામાં આવ્યું છે કે તેઓ ઓસ્ટ્રેલિયન વિઝાની આવશ્યકતાઓને પૂર્ણ નથી કરતી અને તેઓ ફક્ત શિક્ષણ માટે આવતા ‘અસ્થાયી પ્રવેશકર્તા’ છે, યુનિવર્સિટીઓ તેમના ‘જોખમ રેટિંગ’ને ઓછું કરવામાં ન આવે તે માટે પૂર્વ-પ્રયાસોના ભાગરૂપે પ્રતિબંધો મૂકી રહી છે, એમ અહેવાલમાં જણાવાયું છે.

જે યુનિવર્સિટીઓએ કેટલાક ભારતીય રાજ્યોના વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે તેઓ ચિંતિત છે કે ગૃહ મંત્રાલય ઝડપથી સ્ટુડન્ટ વિઝા આપવાની તેમની ક્ષમતાને ઘટાડશે કારણ કે ઓસ્ટ્રેલિયામાં ખરેખર કામ કરવા (અભ્યાસ કરવા માટે નહીં) માટેના અરજદારોની સંખ્યા વધી છે.

Most Popular

To Top