World

સ્પેનમાં ભરઉનાળે બરફ વર્ષા! રસ્તાઓ પર સફેદ ચાદર ફરી વળતા લોકોમાં આશ્ચર્ય

માડ્રીડ: યુરોપમાં પણ અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે. જો કે ત્યાંના એક દેશ સ્પેનમાં (Spain) ભરઉનાળે અચાનક હવામાન (Weather) પલટો થયો હતો અને ભારે બરફવર્ષા થવાની સાથે શિયાળાનો (Winter) માહોલ જામી જતાં આશ્ચર્ય સર્જાયું હતું.

  • સ્પેનમાં ભરઉનાળે બરફ વર્ષા!: રસ્તાઓ પર સફેદ ચાદર
  • સેવિલે પ્રાંતમાં તડકાથી ભરાયેલી શેરીઓમાં જોત જોતામાં બરફની ચાદર ઢંકાઇ ગઇ, સખત પવન પણ ફૂંકાયો
  • ગરમીના મોજાઓનો દોર ચાલતો હતો ત્યાં અચાનક શિયાળુ માહોલ ઉભો થઇ ગયો
  • અચાનક હવામાન પલટાથી લોકોમાં આશ્ચર્ય

સ્પેનમાં ગરમીના મોજાઓ ચાલી રહ્યા હતા અને ઉકળાટભર્યો માહોલ હતો ત્યાં અચાનક તોફાની પવન સાથે વાદળો ધસી આવ્યા હતા અને કરા પડવાની સાથે બરફ વર્ષા પણ થઇ હતી. મે મહિનામાં અહીં તાપમાન૩૮ ડીગ્રી સેલ્સિયસ જેટલું ઉંચુ ગયું હતું ત્યારે અચાનક થયેલી બરફ વર્ષાથી લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. ખાસ કરીને ત્યાં સેવિલે પ્રાંતમાં આ હવામાન પલટો મોટા પ્રમાણમાં દેખાયો હતો અને તડકાથી ભરેલી શેરીઓમાં ભીનાશ છવાઇ ગઇ હતી અને મોટા પ્રમાણમાં બરફ વર્ષા પછી તો રસ્તાઓ પર બરફની જાણે સફેદ ચાદર છવાઇ ગઇ હતી. સખત પવનને કારણે કેટલાક વૃક્ષોની ડાળીઓ પણ તૂટી પડી હતી. આ અણધાર્યા વાતાવરણ પલટાને દર્શાવતી અનેક વીડિયો ક્લિપ્સ ફરતી થઇ હતી અને લોકો આશ્ચર્યપૂર્વક તે જોઇ રહ્યા હતા.

Most Popular

To Top