Vadodara

વ્યાજ સહિત રકમ ચૂકવી દીધી છતાં પુત્રને રિક્ષા સાથે ઉઠાવી જવાની ધમકી

વડોદરા: કલ્યાણ નગર ખાતે રહેતો સમીર શેખ રીક્ષા ચલાવે છે. તેણે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે પત્નીની ડિલિવરી થવાની હોય નાણાની જરૂરિયાત ઉભી થતા યાકુતપુરામાં રહેતા મદીનાબેન મુન્નામિયા શેખ પાસેથી પ્રતિ દિન 1 હજાર લેખે 70 દિવસમાં 70 હજાર જમા કરાવવાના હિસાબે 50 હજારની રકમ વ્યાજ પર લીધી હતી. જેની સામે હુંએ એક મહિનામાં રૂ. 22, હજાર તથા બીજા 25 હજાર મળી કુલ રૂ 47 હજાર જમા કર્યા હતા. તેમ છતાં વધુ 90 હજાર રૂપિયાની માંગણી કરે છે. ત્યારબાદ રાજુભાઈને 9 હજાર વ્યાજ પેટે ચૂકવ્યા છે.

આ વાતની જાણ મદીનાબેનને થતા તેમણે રાજુ સાથે મળી મારી તથા મારા પિતાજીની બંને રીક્ષાઓ વ્યાજ તથા મુદ્દલની રકમ પેટે પડાવી લેવા માંગતા હોય હેરાન કરતા હતા. અને રાજુભાઈ વ્યાજના રૂ 25 હજારની માંગ કરી બદલામાં મારા પિતાજીની રિક્ષા લઈ જતા રહ્યા હતા. જ્યારે મદીના બેને મારી સાસુને ધમકી આપી હતી કે, તારા જમાઈને કહેજે 90 હજાર ભરી જાય નહીં તો રિક્ષા સાથે ઉઠાવી લઈશું. જેથી મદીનાબેન તથા રાજુભાઈ પૈસાની ઉઘરાણી કરી મને ત્રાસ આપતા હોય નરહરી હોસ્પિટલ પાસે વિશ્વામિત્રી બ્રિજ ઉપર ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ચેક બાઉન્સ કરાવનાર વ્યાજખોરની ધરપકડ
ન્યૂ વીઆઇપી રોડ પર મુકેશ નરેશ બજાજને રૂપિયાની જરૂર પડતા ધર્મિષ્ઠાબેને 40 હજાર 5 ટકાએ અને પ્રદિપે પટેલ 1 લાખ 5 ટકાએ વ્યાજથી આપ્યા હતા. યુવક પાસેથી 1.40 લાખ સામે 2.80 લાખ વસૂલ્યા બાદ યુવક રૂપિયા ચૂકવી શકતો ન હતો. જેથી ઉઘરાણી કરી યુવકે ગાળો બોલી સિક્યુરિટી પેટે કોરો ચેક લઇ લીધા હતા. યુવકની સાસુનો ચેક બાઉન્સ કરાવી છેતરપિંડી કરી હતી. જેથી યુવકની ફરિયાદના આધારે વારસીયા પોલીસે પ્રદિપ ચંદુ પટેલની ધરપકડ કરી છે.

બરાનપુરાના ફાયનાન્સના સંચાલક પિતા-પુત્ર સામે વ્યાજખોરોની ફરિયાદ
આરવી દેસાઈ રોડ પર આવેલા કુંભારવાડામાં રહેતા મહેશ પ્રજાપતિ એલઆઇસી એજન્ટ તરીકે નોકરી કરે છે. વર્ષ 2020 માં મારી માતાની તબિયત લથડતા બરાનપુરા વિસ્તારમાં નિલેશ હિંગુ જીયા ફાયનાન્સ નામની ઓફિસ ધરાવી વ્યાજથી નાણા આપતા પાસેથી માસિક 10 ટકા લેખે 2 લાખની રકમ લીધી હતી. ત્યારબાદ 1 લાખની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા બાદ મારી પાસેથી રોકડે 10 હજાર વ્યાજ પેટે લીધા હતા.

જે નાણાં ચૂકવી શક્યો ન હતો. જેથી નિલેશ હિંગુએ તથા તેના દીકરા અનુજ હિંગુંએ મારી પાસે 1.80 લાખની ઉઘરાણી કરી હતી. જોકે ત્યારબાદ ઓનલાઇન પૈસા સ્વીકારવા સહમત થતાં તેણે 1.80 લાખ ચૂકવ્યા હતા. જેથી સિક્યુરિટી પેટેના ચેક અને સોગંદનામુ પરત માંગતા અપશબ્દો બોલી ઓફિસમાંથી બહાર કાઢી મૂકી વધુ 20 હજારની રકમ બાકી કાઢી હતી. જે રકમની ઉઘરાણી માટે પિતા પુત્ર મને ત્રાસ આપતા હોય એક મહિના સુધી મોબાઈલ ફોન બંધ કર્યો હતો. જેથી યુવકે ફાઇનાન્સ સંચાલક પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top