Charchapatra

અન્નનો બગાડ અને ઉકેલ પ્રત્યે સમાજનો દ્રષ્ટિકોણ

ચર્ચાપત્ર વિભાગ એ શહેરની કે સમાજની સમસ્યા પર ધ્યાન દોરવાનું અગત્યનું પ્લેટફોર્મ છે. આ ચર્ચાપત્ર વિભાગમાં ૧૦ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ  લખાયેલ ચર્ચાપત્ર અન્નનો બગાડ કોણ કરે છે? ની વાત પર સંપૂર્ણ સમર્થ છીએ.આજે ફક્ત લગ્ન પ્રસંગોમાં જ નહીં, પણ સમાજના કે અન્ય કૌટુંબિક મેળાવડાના પ્રસંગોમાં પણ ભોજનનો બગાડ થાય છે. એટલું જ નહીં, પણ ઘણાં લોકો હોટલમાં કે રેસ્ટોરન્ટમાં જમવા જાય ત્યારે ત્યાં પણ અન્નનો બગાડ કરે છે. આ મંચ ઉપરથી સમાજની આ ગંભીર સમસ્યા માટે આપણે કોઈ ઉકેલ શોધવો જ રહ્યો.

અમુક સમાજના મેળાવડાના પ્રસંગોમાં એવું પણ નોંધ્યું છે કે , તેઓ આ બાબતને ગંભીરતાથી જોતા થયા છે. આ સમાજના કારોબારીના સભ્યો જમ્યા પછી, જે સ્થાને ડીશ મૂકવાની હોય ત્યાં ઊભા રહે છે અને જો કોઈએ અન્નનો બગાડ કર્યો હોય તો દંડ પણ વસૂલ કરે છે. સમાજના આ કદમથી તેઓના સભ્ય થકી થતો અન્નનો બગાડ તો અટકી ગયો, પણ સાથે જ નવી પેઢીને પણ તેનું મહત્ત્વ સમજાયું. આમ જો દરેક સમાજના સભ્યો અન્નના બગાડ પ્રત્યે ગંભીરતા રાખી આવા કોઈ ઉકેલ માટે તૈયારી કરે તો ખરેખર અન્નનો થતો બગાડ અટકાવી શકાય.
સુરત     – સૃષ્ટિ કનક શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top