Entertainment

ગુરુગ્રામમાં યુવકે સામે ચાલી મુસીબતને નોતરી: રીલ બનાવવા ચાલતી કારમાંથી નોટો ઉડાવી અને પછી…

નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) અને તેમાં પણ રીલ્સનું (Reels) ભૂત તો જાણે સૌ પર સવાર છે. પોતાના ફોલોઅર્સ વધારવા માટે અને લોકોને મનોરંજન પૂરુ પાડવા માટે લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે તેવો એક વીડિયો (Video) વાઈરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં જાણીતા જોરાવાર સિંહ કલસીની આ વાત છે. તેણે હાલ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ખોટી નોટ ઉડાવી રહ્યો હોય તેવું જોઈ શકાય છે. ખાસ વાત તો છે કે આ નોટ ચાલુ ગાડીએ ઉડાવવામાં આવી છે. પોલીસે તેની ધરકપડ કરી છે અને આ કેસ અંગેની તપાસ ચાલી રહી છે. પોલીસ પાસેથી જાણકારી મળી આવી છે કે જોરાવર સિંહે હાલમાં જ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે શાહિદ કપૂરની સિરિઝ ફર્જીનો એક સીન રિક્રિએકટ કરે છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે જોરાવર સિંહ તેના સાથી લક્કીને નોટો ઉડાવવાનું કહે છે. આ પછી સીરિઝનો જે સીન હોય તેવી જ રીતે લક્કી ગાડીની ડિક્કી ખોલે છે અને નોટો ઉડાવવાનું શરુ કરે છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે. આ પછી લોકોના મનમાં સવાલ ઉભા થયા છે કે આટલા હાઈ પ્રોફાઈલ એરિયામાં આ વીડિયો શૂટ કરવા માટે કોઈ પરવાનગી લેવામાં આવી હતી. આ ઉપરાંત જે રીતે ગાડી ચલાવવામાં આવી રહી છે તે રીતે આ વીડિયો બનાવતા સમયે વીડિયો બનાવનાર તેમજ ગાડીમાં સવાર અને આસપાસના તમામ લોકોને જાનનું જોખમ હતું.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તેની નોંધ લીધી અને અન્ય લોકોના જીવને જોખમમાં મૂકતા ખતરનાક ડ્રાઇવિંગ માટે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. વાહન પરથી જોરાવર સિંહની ઓળખ કરવામાં આવી છે કે વાહન જોરાવર સિંહ કલસીના નામનું છે, જે દિલ્હીના તિલક નગરના રહેવાસી છે. જે બાદ ગુરુગ્રામ પોલીસે જોરાવર સિંહ કલસીની ધરપકડ કરી હતી.

જણાવી દઈએ કે પ્રખ્યાત યુટ્યુબર જોરાવર સિંહ કલસી ઘણીવાર રીલ્સ બનાવે છે અને તેની રીલ્સને ઘણા વ્યુઝ મળે છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. જેને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે. થોડા જ સમયમાં તેના વીડિયોને 1.6 મિલિયન વ્યૂઝ મળી ગયા. ઈન્સ્ટાગ્રામ પર તેના સાડા ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે. જ્યારે યુટ્યુબ પર પણ સાડા ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે.

Most Popular

To Top