Science & Technology

સ્માર્ટ વોચનું અસ્તિત્વ ખતરામાં! હવે આવી સ્માર્ટ રિંગ, જાણો શું છે ફિચર્સ?

ટેકનોલોજી (Technology) દરરોજ આધુનિકરણ થઇ રહ્યું છે. આ કારણે સ્માર્ટફોનના (Smartphone) ભવિષ્યને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. ઘણા લોકોને લાગે છે કે સ્માર્ટફોન જલ્દી ખતમ થઈ જશે અને તેની જગ્યા કોઈ અન્ય પ્રોડક્ટ લઈ શકે છે. જો કે સ્માર્ટફોન પહેલા સ્માર્ટવોચના (Smart Watch) અસ્તિત્વ પર સંકટ છે. હાલમાં જ માર્કેટમાં સ્માર્ટ રિંગ (Smart Ring) આવી છે, જે સ્માર્ટ વોચને ખતમ કરી શકે છે. નોકિયાના સીઈઓથી લઈને માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે સ્માર્ટફોનના ભવિષ્ય પર સવાલો ઉઠાવ્યા છે.

સ્માર્ટ રિંગ્સનો યુગ આવી ગયો છે, જે ઘણી રીતે મદદરૂપ સાબિત થઈ શકે છે. આમાં લગભગ તમામ ફિટનેસ ફીચર્સ મળે છે જે એક સ્માર્ટવોચમાં જોવા મળે છે. Noiseએ તેની સ્માર્ટ રિંગ Noise Luna લોન્ચ કરી છે. અગાઉ એવા અહેવાલ હતા કે બોટ દેશની પ્રથમ સ્માર્ટ રિંગ રજૂ કરશે, પરંતુ નોઈસે આ દાવને માત આપી છે. નોઈઝ લુના એ કોઈપણ સ્માર્ટ ગેજેટ જેવું છે.

નોઇઝ લુના ખૂબ જ હલકી અને 3mm પાતળી છે. આમાં ફાઈટર જેટ ગ્રેટના ટાઈટેનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય તેમાં ડાયમંડ જેવું કોટિંગ છે જે તેને સ્ક્રેચપ્રૂફ અને વોટર રેઝિસ્ટન્ટ બનાવે છે. નોઈઝ લુના અંદરના ભાગમાં ઈન્ફ્રારેડ સેન્સર પેક કરે છે જેમાં PPG સેન્સર, ટેમ્પરેચર સેન્સર, 3 એક્સિસ એક્સિલરોમીટર, ચાર્જિંગ પિન વગેરેનો સમાવેશ થાય છે. નોઈઝ લુના રીંગ તમારા હાર્ટ રેટને પણ ટ્રેક કરશે. આ સિવાય તેમાં બ્લડ ઓક્સિજન માટે SPO2 સેન્સર પણ છે. આ સાથે NoiseFit એપ પણ સપોર્ટ કરે છે. તેની સાથે બ્લૂટૂથ લો એનર્જી (BLE 5) પણ સપોર્ટ કરે છે. તેની બેટરીને લઈને 7 દિવસના બેકઅપનો દાવો છે. કંપનીએ Noise Luna માટે Philips સાથે ભાગીદારી કરી છે. તે સાત રિંગ સાઇઝ અને પાંચ રંગો સનલાઇટ ગોલ્ડ, રોઝ ગોલ્ડ, સ્ટારડસ્ટ સિલ્વર, લુનાર બ્લેક અને મિડનાઈટ બ્લેક કલરમાં ખરીદી શકાય છે.

જો કે કંપનીએ Noise Lunaની કિંમત વિશે માહિતી આપી નથી, પરંતુ તેને ખરીદવા માટે તેણે Noise Luna Pass લોન્ચ કર્યો છે. જેની કિંમત 2,000 રૂપિયા છે. આ પાસ ખરીદનારા ગ્રાહકોને Noise Lunaની ખરીદી પર 1,000 રૂપિયાની છૂટ મળશે. આ સિવાય નોઈઝ i1 સ્માર્ટ આઈવેર આ પાસ સાથે 50%ના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે.

Most Popular

To Top