Entertainment

VIDEO: સ્મોલ બિઝનેસના સપોર્ટ સાથે સોનુ સૂદે લગાવી ઢોસાની દુકાન!

મુંબઈ: સોનૂ સુદ (SonuSood) ચાહકોનું દિલ જીતવાનો એક પણ મોકો છોડતો નથી. સોશિયલ મીડિયા પર સોનુ સૂદે એક વીડિયો (Video) શેર કર્યો છે જેને જોઈને ચાહકોની ખુશીનો પાર રહ્યો નથી અને ઝડપથી આ વીડિયોને વાઈરલ કરી રહ્યાં છે. બોલિવૂડ એકટર સોનૂ સુદે શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે તે ઢોસા (Dosa) અને ભટુરે બનાવતો હોય. આ વીડિયોનાં કેપ્શનમાં (Caption) તેણે લખ્યું હતું કે ભટુરે અને ઢોસાની ફ્રેન્ચાઈઝી માટે તરત સંપર્ક કરો. આ સાથે સોનુએ નાના બિઝનેસને સપોર્ટ કરવા માટે પણ કહ્યું છે.

સોનુ સૂદ દિલ્હીમાં રોડીઝ-19નું શૂટિંગ કરી રહ્યો છે. તે જ સમયે તેણે એક દુકાનમાં ઢોસા બનાવવાનું શરૂ કર્યું હતું જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં અભિનેતા કાળા રંગના કપડામાં જોવા મળી રહ્યો છે. અને તે ઢોસા બનાવતો અને તેને તેની કો-સ્ટાર રિયા ચક્રવર્તીને ઢોસા ખવડાવતો જોવા મળે છે. Support Small Business નો વિડિયો શેર કરતા સોનુ સૂદે લખ્યું, “જો તમને ભટુરે અને ડોસાની ફ્રેન્ચાઈઝી જોઈતી હોય તો તરત જ સંપર્ક કરો.”

સોનુના આ વીડિયો પર ફેન્સે મિશ્ર પ્રતિક્રિયા આપી છે. કેટલાક યુઝર્સે સોનુના વખાણ કર્યા છે તો કેટલાકે તેને રિયાથી દૂર રહેવાની સલાહ આપી છે. કેટલાક યુઝર્સ તો ત્યાં સુધી ગયા કે તેઓ રિયાના કારણે સોનુને અનફોલો કરી રહ્યાં છે.

બીજી તરફ ચાહકો ફની કોમેન્ટ પણ કરી રહ્યાં છે જેમાં એકે કહ્યું- 20 ઓર્ડર આપ્યા છે ભાઈ. ક્યાં સુધી તૈયાર થશે ભાઈ? એકે લખ્યું – શાબાશ સોનુ સર “સારા કામ ચાલુ રાખો.” એક યુઝરે લખ્યું- સોનુ ભૈયાનો બિઝનેસ ઘણો સારો છે પરંતુ તે તમારા પર શૂટિંગ નથી કરી રહ્યો. તારી જગ્યાએ પપ્પુ હોત તો બહુ સારું થાત.. વિશ્વાસ ન આવતો હોય તો એકવાર કલ્પના કરી લેજો.

Most Popular

To Top