World

હજ પર જનારા હજયાત્રીઓ માટે સાઉદી સરકારની મોટી જાહેરાત, આ નિયમોમાં થયા ફેરફારો

નવી દિલ્હી: દુનિયાભરમાંથી હજ (Hajj) પર જનારા હજયાત્રીઓ માટે સારા સમાચાર આવ્યા છે. સાઉદી અરેબિયાએ (Saudi Arabia) છેલ્લા ત્રણ વર્ષથી હજયાત્રીઓની સંખ્યા પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. સાઉદી અરેબિયાની આ જાહેરાત બાદ, કોરોના મહામારી (Corona Pandemic) પહેલા જેટલા હજયાત્રીઓ હજ યાત્રાએ જતા હતા, હવે તે જ સંખ્યામાં જઈ શકશે. આ સાથે સાઉદી અરેબિયાની સરકારે વય મર્યાદા પણ હટાવી દીધી છે.

કોરોના મહામારી પહેલા 2019માં લગભગ 25 લાખ હજયાત્રીઓ હજ યાત્રાએ ગયા હતા . જો કે,કોરોના મહામારીના કારણે, 2020 અને 2021ના વર્ષોમાં યાત્રાળુઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો હતો. વર્ષ 2019માં 24 લાખ શ્રદ્ધાળુઓ હજ કરવા પહોંચ્યા હતા. જો કે, 2020 માં, સાઉદી અરેબિયાએ મહામારીના કારણે લાદવામાં આવેલા લોકડાઉનને ધ્યાનમાં રાખીને હજ યાત્રાળુઓની સંખ્યા માત્ર 1000 સુધી મર્યાદિત કરી હતી. આ પગલું અભૂતપૂર્વ હતું, કારણ કે તે 1918 ના ફલૂ રોગચાળા દરમિયાન પણ કરવામાં આવ્યું ન હતું, જ્યારે આ રોગએ પણ વિશ્વભરમાં લાખો લોકોના જીવ લીધા હતા. વર્ષ 2021 માં, સાઉદી અરેબિયાના લગભગ 60 હજાર રહેવાસીઓને હજ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ગયા વર્ષે લગભગ 10 લાખ શ્રદ્ધાળુઓએ હજ કરી હતી.

શું છે હજ અને ઉમરા મંત્રીનું નિવેદન?
સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ પ્રધાન તૌફિક બિન ફવઝાન અલ-રબિયાએ પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરી હતી. અલ-રબીહએ કહ્યું, “હું આ મીટિંગમાં તમારા માટે બે સારા સમાચાર લાવ્યો છું. પ્રથમ – કોઈપણ વય પ્રતિબંધો વિના મહામારી પહેલા હજ યાત્રીઓની સંખ્યામાં પરત ફરવું અને બીજું – વિશ્વભરના કોઈપણ હજ મિશનને તે દેશોના હજ યાત્રીઓની જરૂરિયાતોને પૂરી કરતી કોઈપણ લાઇસન્સવાળી કંપની સાથે કરાર કરવાની મંજૂરી આપવા માટે.”

હજ માટે ઉંમરમાં છૂટછાટ મળી
તાજેતરના વર્ષોમાં, ફક્ત 18 થી 65 વર્ષની વયના લોકો જ હજ માટે જઈ શકતા હતા. સાઉદી અરેબિયાએ એ પણ મર્યાદિત કર્યું કે કઈ ખાનગી કંપનીઓ હજ માટે મુસાફરીની વ્યવસ્થા કરી શકે. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દર વર્ષે ભારતમાંથી લાખો મુસ્લિમો હજ માટે સાઉદી અરેબિયા જાય છે. વર્ષ 2019માં સૌથી વધુ બે લાખ ભારતીય મુસ્લિમ હજ માટે મક્કા પહોંચ્યા હતા. તે જ સમયે, સાઉદી અરેબિયાની સરકારે ગુરુવારે જાહેરાત કરી કે વર્ષ 2023 માં હજ માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

Most Popular

To Top