SURAT

‘સુરતી બાબુ’ સાથે લગ્ન કરવા ‘વિદેશી મેમ’ સાત સમુન્દર પાર કરીને આવી

સુરત: સોશિઅલ મીડિયા (Social Media) થકી થયેલી મિત્રતા આગળ વધી લગ્નના (Marriage) પ્રભુતામાં પગલાં પાડી દીધા છે. આ લગ્ન સાધારણ નથી પણ ચોક્કસ પણે ‘વિશેષ’ કહી સકાય તેવા લગ્ન છે. કારણકે ફિલિપાઇન્સની (Philippines) એક વિદેશી મેમ (Foreign mum) સાત સમુન્દર પાર કરીને સુરતના દેશી બાબુને પરણવા સુરત આવી છે. જે હવે લગ્ન બાદ સુરત શહેરમાંજ સ્થાઈ થવા માંગે છે. રવિવારે આ જોડીએ સુરતના નાના વરાછા ખાતેના એક ફાર્મ હાઉસમાં ધૂમ-ધામથી લગ્ન કરીને વડીલોના આશીર્વાદ પણ લીધા હતા.લગ્ન પણ હિંદુ રીતરસમ મુજબ થયા હતા.

‘દેસીબાબુનો ઈંગ્લીશ મેમ’ સાથે પાંચ વર્ષ પહેલા પરિચય થયો હતો
સોશિઅલ મીડિયાનું માધ્યમ તમને દુનિયા સાથે કનેક્ટ કરી દેવામાં વાર નથી લગાડતું. આવુજ કઈ સુરતમના નાના વરાછા ખાતે રહેતા અને નાનકડી પાન મસાલાની કેબીન ચલાવતા કલ્પેશ કાછડીયા સાથે થયું હતું. આજથી પાંચ વર્ષ પહેલા તેમની સોશિઅલ મીડિયાના પ્લેટફોર્મ થકી ફિલિપાઇન્સની નાગરિક રેબેકા સાથે મિત્રતા કેળવાઈ હતી. અને આ મિત્રતામાં પ્રેમના અંકુર ફૂટ્યા હતા. લાંબા સમય બાદ એક બીજાને ચોક્કસ રીતે જાણી લીધા બાદ તેઓ લગ્ન ગ્રંથિએ જોડાવા સહમત થયા હતા. કલ્પેશે લગ્ન માટે પ્રપોઝ કર્યા બાદ રેબેકાએ કલ્પેશ સાથે લગ્ન કરવા માટે હામી ભરી હતી.

દિવ્યાંગ હોવા છતાં રેબેકા એ કલ્પેશમાં માત્ર પ્રેમ જ શોધ્યો હતો
સુરતના યોગીચોક વિસ્તારમાં બાપા સીતારામ રો હાઉસ પાસે નાનકડી એવી પાન-મસાલાની કેબીન ચલાવતા કલ્પેશ કાછડીયા એમ તો દિવ્યાંગ છે.છતાં પણ ફિલિપાઇન્સની રેબેકાએ આ ખોડ ખાંપણ જોયા વગર કલ્પેશમાં પ્રેમ શોધી લીધો હતો.અને જરાય મૂંઝવણ અનુભવી ન હતી કે પોતે શારીરિક રીતે સ્વસ્થ છે અને પતિ દિવ્યાંગ છે. જોકે કલ્પેશે પણ ઘોડીએ ચઢવાની જગ્યાને તેની વિલચેર પર જ લગ્ન કરી દુલ્હનના ગાળામાં માળા પહેરાવી હતી.ફિલિપાઇન્સની રેબેકા પ્રોફેશનલ બ્યુટીશ્યનના વ્યવસાય સાથે સાંકળયેલી છે.

ઈંગ્લીશ ‘મેમ’ અસ્સલ દેશી જોડામાં સજી ધજી
ઈંગ્લીશ દુલ્હન દેશી લીબાઝમાં સાજો શૃંગાર કરે તે પણ એક નવાઈની વાત છે. સામાન્ય રીતે વિદેશોમાં જયારે વેડિંગ થાય છે ત્યારે દુલ્હન ગાઉન પરિધાન કરે છે .પણ આ ઈંગ્લીશ મેમેંતો લાળજોડુ પહેરીને જાનૈયાઓને ચોંકાવી દીધા હતા. હાથોમાં માં મહેંદી અને બેંગોલ અને નાકમાં નથણી પહેરીને લગ્નમાં દેશી ઠુમકાઓ પણ લગાવ્યા હતા. હવે લગ્ન પછી રેબેકા માત્ર તેના દેશની લીગલ ફોર્માલિટી પૂર્ણ કરવા માટે એક વાર ફિલિપાઇન્સ જશે અને ત્યાર બાદ તે કાયમ સુરતમાં સ્થાઈ થવા માટેનું મન બનવી ચુકી છે. ઉલ્લેખનીય છે કે,લગ્નની જાન માટે ફિલિપાઇન્સ જવા માટે આમન્ત્રણ હતું..જોકે વિદેશની જાને સુરત આવી હતી.

Most Popular

To Top