Entertainment

સલમાન ખાને ગાયું ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું નવું સોન્ગ, ટીઝર જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ

મુંબઈ: બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ (Film) ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ (Kisi ka Bhai kisi ki jaan)નું વધુ એક સોન્ગ (Song) રિલીઝ કરવામાં આવ્યું છે. ત્યારે સલમાન ખાને સોન્ગ રિલીઝ કરી તેના ચાહકોને ચોંકાવી દીધા છે. કારણે મેં હું હીરો તેરા.. બાદ સલમાન ખાને આ ગીત ગાયું છે. ‘મૈં હું હીરો તેરા’ ગીતમાં પોતાના મંત્રમુગ્ધ અવાજથી ચાહકોને ખુશ કર્યા હતા. સલમાન ફરી એકવાર પોતાના અવાજનો જાદુ ફેલાવવા માટે તૈયાર છે. આઠ વર્ષ પહેલાં જ્યારે તેણે ફિલ્મ ‘હીરો’ માટે ગીત ગાયું હતું, ત્યારે આ સોન્ગ રિલીઝ થતાની સાથે જ બ્લોકબસ્ટર સાબિત થયું હતું, જેને કંન્પોઝ અમલ મલિકે કર્યું હતું. ત્યારે હવે વર્ષ 2023 માં, સલમાન અમાલ મલિક સાથે બીજા રોમેન્ટિક નંબર, ‘જી રહે થે હમ’ (jee rahe thehum) (ફોલિંગ ઇન લવ) માટે ફરીથી જોડાયો છે.

સલમાન ખાનનું નવું ગીત થઈ રહ્યું છે વાયરલ
‘જી રહે થે હમ (ફોલિંગ ઇન લવ)’નું ટીઝર આજે સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. રિલીઝ થતાની સાથે જ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. તેના દ્રશ્યો અને ધૂન તદ્દન અલગ અને સારા છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું આ ગીત ચાહકોને ગમશે. આ સોન્ગમાં બોલિવુડ એક્ટ્રેસ પૂજા હેગડેએ સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળે છે. આ સિવાય રાઘવ જુયલ, જસ્સી ગિલ અને સિદ્ધાર્થ નિગમ પણ સ્ક્રીન પર જોવા મળે છે. આ ગીતમાં સલમાન ખાનનો સ્વેગ પણ જોવા મળી રહ્યો છે. ગીતમાં સલમાનના ડાન્સ મૂવ્સ પણ અદભૂત છે. આ સોન્ગ રિલીઝ થયા બાદ ચાહકો આ ફિલ્મની ઘણી આતુરતા પૂર્વ રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફૂલ સોન્ગ વિડિયો 21 માર્ચ મંગળવારે રિલીઝ થશે.

‘નય્યો લગડા’ અને ‘બિલ્લી બિલ્લી’ પછી આલ્બમ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું આ ત્રીજું સોન્ગ છે. તે શબ્બીર અહેમદ દ્વારા લખાયેલ છે અને સલમાન ખાને ગાયું છે. ‘જી રહે થે હમ (ફોલિંગ ઈન લવ)’ ગીતનું ટીઝર શેર કરતાં સલમાન ખાને કેપ્શન લખ્યું, છે કે ‘ફોલ ઈન લવ વીથ ફોલિંગ ઈન લવ’ એટલે કે ફોલિંગ ઇન લવ’ સાથે પ્રેમમાં પડો….

આ ફિલ્મ ઈદ પર રિલીઝ થશે
સલમાન ખાન ફિલ્મ્સ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ 2023ની ઈદ પર રિલીઝ થશે. ફરહાદ સામજી તેના નિર્દેશક છે. ફિલ્મમાં સલમાન ખાન, વેંકટેશ દગ્ગુબાતી, પૂજા હેગડે, જગપતિ બાબુ, ભૂમિકા ચાવલા, વિજેન્દર સિંહ, અભિમન્યુ સિંહ, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ, શહનાઝ ગિલ, પલક તિવારી અને વિનાલી ભટનાગર જોવા મળશે.

Most Popular

To Top