Gujarat Main

ગાંધી આશ્રમનું 1200 કરોડના ખર્ચે થશે રિ-ડેવલપમેન્ટ, જૂની બિલ્ડિંગ અંગે મોદીએ આપી આ ગેરન્ટી


અમદાવાદ: લોકસભા ચૂંટણીની (Loksabha Election) જાહેરાત પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) આજે મંગળવારે તા. 12 માર્ચના રોજ વધુ એકવાર ગુજરાતની (Gujarat) મુલાકાતે આવ્યા છે. આજે અમદાવાદમાં સાબરમતી (Sabarmati) નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમના (Gandhi Asharam) રિડેવલપમેન્ટના (Re development ) 1200 કરોડના પ્રોજેક્ટનું રિમોટ દ્વારા વડાપ્રધાને (PMModi) પ્રારંભ કરાવ્યો હતો.

રિડેવલપમેન્ટના માસ્ટર પ્લાનના (Master Plan) લોન્ચિંગ બાદ વડાપ્રધાને કહ્યું કે, પૂજ્ય બાપુનો ગાંધી આશ્રમ ઊર્જાનું કેન્દ્ર રહ્યું છે. સાબરમતી આશ્રમ બાપુના મૂલ્યોને આજે પણ સજીવ કર્યા છે. આ સાથે જ વડાપ્રધાને ઐતિહાસિક ધરોહર એવા ગાંધી આશ્રમની જૂની ઈમારતનું શું થશે તે અંગે માહિતી આપી હતી.

વડાપ્રધાને કહ્યું કે, દેશવાસીઓને આજે 85 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટની ભેટ આપવામાં આવી છે. તે ઉપરાંત ગાંધી આશ્રમ જે 5 એકર જમીનમાં પથરાયેલો છે તેને 55 એકર જમીનમાં વિસ્તારવા માટે રિડેવલપમેન્ટનો માસ્ટર પ્લાન લોન્ચ કરાયો છે. ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું છે. સ્વતંત્રતા સાથે જોડાયેલા સ્થાનોના વિકાસ માટે અભિયાન શરૂ કર્યું છે. દિલ્લી રાજપથને કર્તવ્ય પથ કર્યું છે. એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે, હવે સાબરમતી આશ્રમનો વિકાસ થશે.

આશ્રમમાં નવા મકાનો બનાવવાની જરૂર પડશે તો બનાવીશું, જુના મકાનોને તેના મૂળ સ્વરૂપમાં લાવીશું. કાશીમાં 10 વર્ષ પહેલાં શું પરિસ્થિતિ હતી તમે જાણો છો. આજે અનેક સુવિધાઓ સાથે કાશી બની ગયું છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ માટે 200 એકર જમીન મુક્ત કરાવી છે. આજે ત્યાં અનેક સુવિધાઓ કરવામાં આવી છે. 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે.

ગાંધી આશ્રમથી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી શરૂ થઈ હતી: વડાપ્રધાન
ગાંધીજીએ આફ્રિકાથી સ્વદેશ પરત આવ્યા બાદ કોચરબ આશ્રમ બનાવ્યો હતો. થોડો સમય કોચરબ આશ્રમમાં રહ્યાં બાદ તેઓ સાબરમતી ગાંધી આશ્રમ રહેવા આવ્યા હતા. બાપુએ 12 માર્ચે સ્વતંત્રતા આંદોલનમાં દાંડી યાત્રા શરૂ કરી હતી. આજે 12 માર્ચ 2022ના રોજ ગાંધી આશ્રમ ખાતેથી આઝાદી અમૃત મહોત્સવ શરૂ રકાયો હતો.

ગાંધી આશ્રમ આધુનિક ભારતનું તીર્થસ્થળ: મુખ્યમંત્રી
આ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગાંધી આશ્રમ આધુનિક ભારતનું તીર્થ સ્થળ છે. મૂળ આશ્રમ 5 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. ગાંધીજીના વિચારોને વિશ્વ સુધી ફેલાવવા માટે વડાપ્રધાન દ્વારા 1200 કરોડના ખર્ચે ગાંધી આશ્રમ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

Most Popular

To Top