National

ગુજરાતથી આગ્રા જતી ટ્રેન અજમેર પાસે માલગાડી સાથે ટકરાઈ, ચાર ડબ્બા ખરી પડ્યાં

અજમેરમાં: રાજસ્થાનના (Rajasthan) અજમેરમાં (Ajmer) એક મોટો ટ્રેન અકસ્માત (Train Accident) થયો છે. જિલ્લાના મદાર રેલવે સ્ટેશન પાસે સાબરમતી-આગ્રા સુપરફાસ્ટ ટ્રેનના (Sabarmati-Agra Superfast Train) ચાર ડબ્બા અને એન્જિન પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે.

આ ઘટના મોડી રાત્રે 1 વાગ્યે બની હોવાનું કહેવાય છે. દુર્ઘટનાની માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા મુસાફરોને સામાન્ય ઈજા થઈ છે. ઘાયલોને સારવાર માટે અજમેર સ્ટેશન મોકલવામાં આવ્યા છે.

અકસ્માત બાદ આ રૂટ પરની છ ટ્રેનો રદ કરવામાં આવી છે અને બે ટ્રેનના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અકસ્માતના કારણો અંગે હજુ સુધી માહિતી સામે આવી નથી. સુપરફાસ્ટ સાબરમતી એક્સપ્રેસ રવિવારે રાત્રે અજમેરના મદારમાં હોમ સિગ્નલ પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી, જેના કારણે એન્જિન અને ચાર જનરલ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.

રેલ્વેએ હેલ્પલાઈન નંબર 0145-2429642 જારી કરીને અજમેર જંકશન પર હેલ્પ ડેસ્ક બનાવ્યું છે. જો કે અકસ્માતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ ટ્રેકને અડીને આવેલા ટ્રેક પર એક માલગાડી હતી જેની સાથે ટક્કર થતાં પર એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. મુસાફરોને અજમેર રેલ્વે સ્ટેશન મોકલવામાં આવ્યા છે. અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી.

ઉત્તર પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી કેપ્ટન શશીકિરણે જણાવ્યું હતું કે ટ્રેક પુનઃસ્થાપિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ડાઉન લાઇન પર ટ્રેનનું સંચાલન શરૂ થઈ ગયું છે. 

18 માર્ચે રદ કરાયેલી ટ્રેનો

  • ટ્રેન નંબર 12065, અજમેર-દિલ્હી સરાય રોહિલા 
  • ટ્રેન નંબર 22987, અજમેર-આગ્રા ફોર્ટ
  • ટ્રેન નંબર 09605, અજમેર-ગંગાપુર સિટી
  • ટ્રેન નંબર 09639, અજમેર-રેવાડી
  • ટ્રેન નંબર 19735, જયપુર-મારવાડ

Most Popular

To Top