Business

ડોલર સામે રૂપિયો મજબુત થયો, શેર બજારમાં પણ તેજી

નવી દિલ્હી: ભારતીય રૂપિયો (India Rupee) દરેક વખતે તૂટવાનો પોતાનો જ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવી રહ્યો હતો. જો કે છેલ્લા ઘણા લાંબા સમય માટે રૂપિયાના ઘટાડા પર બ્રેક લાગી ગઈ હતી. ત્યારે આજે બુધવારનાં રોજ રૂપિયો ડોલર (Dollar) સામે 49 પૈસા ઉછળી (Up)ને 81.43 પર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ રૂપિયાએ તૂટવાનો એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. ઓક્ટોબર મહિનામાં રૂપિયો તૂટીને તેની ઐતિહાસિક સપાટી 83ને પાર પહોંચી ગયો હતો.

રૂપિયો તૂટવાના નવા રેકોર્ડ બનાવી રહ્યો છે
અમેરિકી ડૉલર સામે રૂપિયામાં ઘટાડો મહિને મહિને વધી રહ્યો હતો. સપ્ટેમ્બર 2022માં રૂપિયો ઘટીને 82ની સપાટીને પાર કરી ગયો હતો. પાછલા મહિનામાં એટલે કે ઓક્ટોબર 2022માં, રૂપિયો તેની ઐતિહાસિક સપાટી પાર કરીને 83.01 રૂપિયા પર બંધ થયો હતો. આવું પ્રથમ વખત થયું કે રૂપિયો 83ની સપાટીને પાર કરી ગયો. જો કે ત્યાર પછી રૂપિયાનાં ઘટાડામાં કઈક કમીઓ આવતી ગઈ અને ઉતાર-ચઢાવ યથાવત રહ્યા. જોકે બુધવારે 49 પૈસાનો મજબૂત વધારો રાહતના સમાચાર છે.

રૂપિયામાં ઘટાડાનાં આ છે કારણો
ભારતીય ચલણ રૂપિયામાં ઘટાડાનું મુખ્ય કારણ રશિયન-યુક્રેન યુદ્ધમાં, સપ્લાય ચેઇનમાં વિક્ષેપ અને યુએસ ફેડ રિઝર્વ (યુએસ ફેડ) દ્વારા વ્યાજ દરોમાં સતત વધારો છે. ડૉલરની મજબૂતીને કારણે ભારતીય શેરબજારોમાં વિદેશી રોકાણકારોની વેચવાલી ચરમસીમાએ પહોંચી અને રૂપિયો ગગડ્યો. નિષ્ણાતો કહે છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉથલપાથલ હોય છે ત્યારે રોકાણકારો ડોલર તરફ વળે છે. જો ડોલરની માંગ વધે તો અન્ય કરન્સી પર દબાણ વધે છે. આ જ કારણ છે કે માત્ર રૂપિયો જ નહીં પરંતુ વિશ્વની અન્ય કરન્સી પણ અમેરિકી ડોલરની સામે તૂટી રહી છે. જો કે, હવે રૂપિયાએ તેની તાકાત બતાવવાનું શરૂ કર્યું છે.

રૂપિયામાં નબળાઈની અહીંયા અસરો થાય
ભારત તેલથી લઈને આવશ્યક ઈલેક્ટ્રીક સામાન અને મશીનરી તેમજ મોબાઈલ-લેપટોપ અને અન્ય ગેજેટ્સ માટે અન્ય દેશોમાંથી આયાત પર નિર્ભર છે. મોટાભાગના મોબાઈલ અને ગેજેટ્સ ચીન અને અન્ય પૂર્વ એશિયાઈ શહેરોમાંથી આયાત કરવામાં આવે છે અને મોટાભાગનો બિઝનેસ ડોલરમાં થાય છે. જો રૂપિયામાં ઘટાડો ચાલુ રહે તો દેશમાં આયાત મોંઘી થઈ જાય છે. માલવાહક પરિવહન પણ મોંઘું થાય છે અને તેની અસરને કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પર મોંઘવારીનો વધુ માર પડે છે.સરળ શબ્દોમાં કહીએ તો, રૂપિયામાં ઘટાડોથી મોંઘવારીનું જોખમ વધી જાય છે.

શેરબજારમાં જોરદાર તેજી
સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે સ્થાનિક શેરબજાર મજબૂતી સાથે ખુલ્યું હતું. સવારે 9.15 વાગ્યે શરૂઆતના ટ્રેડિંગમાં BSE સેન્સેક્સ 134.75 પોઈન્ટના વધારા સાથે 61,319.90 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 55.20 પોઈન્ટના ઉછાળા સાથે 18,258.00 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.

Most Popular

To Top