Charchapatra

વાંચન અર્થાત જ્ઞાનનો ભંડાર

વાંચન થકી કોઈપણ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્તિ કરી શકે છે, જેના દ્વારા જીવનમાં સંસ્કાર સિંચનની પ્રાપ્તિ, વિશાળ દૃષ્ટિકોણ, વૈચારિક શક્તિ અને સદગુણોની પ્રાપ્તિ શક્ય બને છે. સંતાનોમાં શ્રેષ્ઠ સંસ્કાર સિંચન માટે માતા-પિતાએ સંતાનની શૈશવ અથરસ્થાયી બાળકને વાંચન માટે પ્રેરણા પ્રદાન કરવી જરૂરી. શિશુઅવસ્થાયી વાર્તા કરી એનો સાહિત્યપ્રેમ વીકસાવી શકાય. શિક્ષણનો પ્રારંભ થાય ત્યારથી બાળવાર્તા અને બાળમાસિકની ભેટ આઆપી એને વાંચન તરફ અવશ્ય વાળી શકાય, જેથી બાળક સદગુણો પ્રાપ્ત કરે ઉપરાંત અંધશ્રદ્ધા નિર્મૂલન જેવી બાબતોથી પણ વાકેફ થઈ શકે. આપણા દેશની તમામ ભાષાઓ સાહિત્યથી સમૃદ્ધ જ છે.

ગુજરાતી ભાષાનું સાહિત્ય પણ અતિસમૃદ્ધ છે જ. વિવિધ પુસ્તકો દ્વારા અનહદ જ્ઞાન પ્રાપ્તિ થઈ શકે છે. વાંચનનો શોખ કદી એકલતા મહેસૂસ નથી કરાવતો. પુસ્તક સદા પરમ મિત્ર બની રહે છે. આજે મોબાઈલ યુગમાં કદાચિત પુસ્તકો માનવી થકી એકલતા’’ મહેસૂસ કરતા હશે! અને જ્ઞાન તો અગાધ છે. સંપૂર્ણ જ્ઞાની તો કોઈ હોઈ જ ના શકે! પણ જીવનપર્યંત જેટલું જ્ઞાન વાંચન દ્વાાર પ્રાપ્ત થાય એની અસર વ્યક્તિના વાણી-વર્તન અને વ્યવહાર પર અવશ્ય પડી શકે છે પણ એ વાંચન અમલમાં મૂકી સદવિચારો મુજબ આચરણ કરવામાં આવે તો જ વાંચન સાર્થક ગણાય. વાંચન થકી પુસ્તકપ્રેમ વિકસી શકે છે. વાંચનનું જીવનમાં મહત્ત્વનું સ્થાન ગણી શકાય, જેથી આવતીકાલનું બાળક ઉત્તમ નાગરિક બની શકે.
સુરત     – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

જીવનની વ્યસ્તતામાંથી થોડો સમય ફાળવી આનંદ મેળવો
આજે માણસનું જીવન હાથવોયવાળું, ઉતાવળિયું અને ઉત્પાતવાળુ થઇ ગયું છે. વ્યકિતને લગીરે શાંતિ નથી. અર્વાચીન આ યુગમાં અનેક આશ્ચર્યજનક સંશોધનો થયા છે. એ સાધનોએ જાણે મનુષ્યને પરમસુખ આપ્યું હોય એવું લાગે છે. યંત્ર યુગમાં વિસ્મય પમાડે એવી શોધની નવાજેશ માણસને આનંદ અને સુખ પહોંચાડશે એવું શું અનુમાન ન કરી શકાય. લોકોની ઇચ્છામાં પણ ઉત્સાહ, ઉર્જાનો વધારો થયો છે. પણ અંતે જીવન જીવવાનું સાફલ્ય શેમાં છે.

સંતોષ પરમ ધનની શું વિદાય નથી થઇ ગઇ? ધીરજનો જાણે કે અંત આવ્યો છે. અખૂટ સંપત્તિ જાહોજલાલીમાં કંઇક ખૂટે છે, અધુરપ, હતાશાથી આપણે વલખાં મારીએ છીએ. પરમશાંતિ માટેની શોધ કરવાની તાતી જરૂર છે. જીવનની વ્યસ્તતામાં એટલા ન ફસાઓ કે પોતાનો ઉદ્રેશ્ય જ ભૂલીએ! આધિ વ્યાધિ અને ઉપાધિ તો જીવાતી જિંદગીની રાહ કેડી પરથી પસાર થતી ઘટનાનો જ એક મહત્વનો ભાગ છે. પ્રથમ શરીરનું આરોગ્ય નિરામય સ્વસ્થ હશે, મન સ્વસ્થ તાજગી અનુભવતું શે તો એમાંથી ઉદ્‌ભવતા વિચારો પણ તંદુરસ્ત, ઉર્જાવાળા સુંદર હશે. મન કલુષિત હશે.

શુભ વિચારો કયારેય ન આવશે. જીવનમાં ઘણી મહેનત કરીને ભૌતિક સરસોધન ઉપલબ્ધિ ઉભી કરી હશે. પરંતુ તન અને મન તંદુરસ્ત ન હશે તો કોઇ પણ રીતે, કયારેય આપણે ઉભી કરેલી અસ્કયામતોનો ઉપયોગ કે ઉપભોગ કરી શકીશું નહીં. જીજીવિષા એષણા અને તૃષ્ણાઓનો તો કયારેય અંત આવતો નથી. આપણે આપણા મનમાંથી નકારાત્મકતાને વિદાય આપી શકીએ છીએ અને ભૂલી જવું એ પણ એક ખૂબી છે. જીવનની એકધારી વ્યસ્તતામાંથી થોડો અલગ સમય ફાળવવાની જરૂર છે. પ્રથમ આનંદની અનુભૂતિ એ જીવનની શ્રેષ્ઠ પળ છે!
ધરમપુર           – રાયસીંગ ડી. વળવી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top