Comments

વાંચન ધૂને પાંચ લાખ પુસ્તકોની લાયેબ્રરી સર્જી

ધોરણ 6 પાસ રાજુભાઇ વ્યાસે આજીવિકા માટે ડાયમંડ ફેકટરી ખોલી હતી. પરંતુ તેમણે વાંચનનો ખૂબ શોખ હોવાથી તેમના પર પુસ્તક વસાવવાની ધૂન સવાર થઈ હતી. 1990માં હિરા ઉદ્યોગને રામરામ કરી, શહેરનાં વિવિધ વિસ્તારોનાં પસ્તીનાં વેપારીઓ પાસેથી 10, 20, 50 રૂપિયે કિલો એ પુસ્તક ખરીદી તેને પોતાના ટુ વ્હીલર પર મુકી પોતાની ડાયમંડ ફેકટરીએ લાવતા, પુસ્તક સંખ્યા વધતા, વરાછાનાં ભગીરથ નગરમાં આવેલ પોતાના ત્રણ માળનાં મકાનમાં તે સંગ્રહ ખસેડી ત્યાં તેમણે લાયબ્રેરીના શ્રી ગણેશ કર્યા.

SMCના પુસ્તક મેળામાં પોતાનો સ્ટોલ 2011માં રાખી સુરતની જનતાને પોતાનાં પુસ્તક ભંડારનો પરિચય તેમણે આપ્યો હતો. તેમના પુત્ર કમલેશ વ્યાસ જણાવે છે કે તેમના પિતાજીને 2020માં ફેફસાનું નોન ટોબેકો કેન્સર પુસ્તકોની ધૂળને કારણે થયું હતું. ત્યારથી તેમણે આ પુસ્તકાલયની જવાબદારી સંભાળી હતી. થોડા જ મહિનામાં તેમના પિતાજીનું નિધન થયું હતું. ત્યાર બાદ તેમણે હરતીફરતી લાયબ્રેરી શરૂ કરી હતી. તેઓ પણ રૂ. 100, ચાર્જ લઇ જોઇએ તેટલા પુસ્તકો શહેરની જનતાને હાલ આપી રહ્યા છે.

વળી આ લાયબ્રેરીનો પ્રચાર કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ઓમાનનાં લોકોમાં થયો હોવાથી તેઓને રૂ. 20 કુરિયર ચાર્જ લઇ પુસ્તકો મોકલાય છે. તા. 23/2/24નાં ‘મિત્ર’ની સિટીપ્લસ પૂર્તિમાં આ લાયબ્રેરીની માહિતી આપ્યા બાદ વ્હાલાં ‘મિત્ર’નો આબાર આજે જયારે શાળા કોલેજોમાં ઓળખપત્ર પર એક પુસ્તક વાંચવા માટે મળે છે. ત્યારે જો રૂ. 100 ના ચાર્જમાં જોઇએ તેટલા પુસ્તકો આ લાયબ્રેરીમાંથી મળી રહ્યા છે. ત્યારે તેનો પ્રચાર, પ્રસાર શહેરની શાળા, કોલેજોમાં ત્યાંના શિક્ષકો, અધ્યાપકો, આચાર્યોએ એકવાર આ લાયબ્રેરીની મુલાકાત લઇ અવશ્ય કરવો જ જોઇએ. ગયા વેલેન્ટાઇન ડેમાં શેરશાયરીના પુસ્તકોની યુવાનોની માંગ આ લાયબ્રેરીથી સંતોષાઇ હતી. ફળસ્વરૂપે વિદ્યાર્થીઓને આજની કાતિલ મોંઘવારીમાં રૂા. 100 માં જોઇએ તેટલા પુસ્તકો મળશે જેવી રાજુભાઇએ પોતાની વાંચન ધૂનના કારણે વસાવેલ ત્રણ માળમાં સમાવેલ પાંચ લાખ પુસ્તકોનાં સદ્દઉપયોગ થશે.
વ્યારા    – પ્રકાશ સી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top