Business

સિન્થેટીક ડાયમંડ અંગે રેપાપોર્ટની ચેતવણીથી લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચ્યો

સુરત: વિશાળ ઓનલાઈન ડાયમંડ ટ્રેડિંગ નેટવર્ક ‘રેપનેટ’ (Rapnet) માટે પ્રખ્યાત રેપાપોર્ટ ગ્રુપે (Rapaport) યુનાઈટેડ સ્ટેટ્સમાં (US) આગામી ક્રિસમસ (Chirtsmas) તહેવારની સીઝન પહેલા ગ્રાહકો માટે એક ચેતવણી (Alert) જાહેર કરી છે. જેમાં લેબમાં તૈયાર થયેલા લેબગ્રોન ડાયમંડની (Lab grown Diamond) ખરીદી કરતા પહેલા સાવચેત રહેવા જણાવ્યું છે.

નેચરલ ડાયમંડ (Natural Diamond) સામે લેબગ્રોન ડાયમંડની કિંમત હજી ઘટી શકે છે, જે સિન્થેટિક હીરાના (Synthetic Diamond) મૂલ્યમાં ભારે ઘટાડાનો સંકેત આપે છે. યુએસ ક્રિસમસ સીઝન પૂર્વે લેબ ગ્રોન ડાયમંડ માર્કેટમાં ઉથલપાથલ થઈ શકે છે.

રેપાપોર્ટ ગ્રૂપના ચેરમેન માર્ટિન રેપાપોર્ટે (Martien Rapaport) ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાના જોખમ પર ભાર મૂક્યો હતો, કારણ કે સિન્થેટિક ડાયમંડની કિંમતો તેમના પુષ્કળ પુરવઠાને (Supply) કારણે ઘટી શકે છે. રેપાપોર્ટની આ ચેતવણીની અસર અમેરિકા (America) અને યુરોપમાં (Europe) ક્રિસમસની સિઝન માટે ભારતથી (India) થનારા એક્સપોર્ટ (Export) પર પડી શકે છે.

લેબમાં તૈયાર કરવામાં આવેલા હીરા (LGDs) નું કેન્દ્ર સુરત બન્યું છે ત્યારે આ ચેતવણી ટૂંકું દિવાળી વેકેશન (Diwali Vacation) રાખી ઉત્પાદન શરૂ કરનાર સુરતનાં મેન્યુફેકચર્સ માટે નુકસાનકારક રહી શકે છે. સુરતમાં ગ્રીન લેબ (Green Lab) ખાતે ઉત્પાદિત 7.5-કેરેટ LGD ડાયમંડ યુએસ ફર્સ્ટ લેડી, જીલ બિડેનને (Zil Biden) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) ભેંટ આપ્યો હતો.

રેપાપોર્ટ ગ્રૂપે બજારમાં એક અસ્પષ્ટ ભાવની અસમાનતા દર્શાવી હતી. દાખલા તરીકે, જ્યારે વોલમાર્ટ (Walmart) $2,975માં 3-કેરેટ સિન્થેટિક ડાયમંડ સોલિટેર રિંગ ઓફર કરે છે, ત્યારે સિગ્નેટની બ્લુ નાઇલ એક સમાન રીંગને $8,190માં વેચે છે—જે સમાન ઉત્પાદનો માટે 275% તફાવત છે. આ કિંમતોની વિસંગતતાએ વિવાદને વધાર્યો છે.

“ગ્રાહકોએ સિન્થેટિક હીરા ખરીદતી વખતે સાવચેત રહેવું જોઈએ. સિન્થેટિક કિંમતો તૂટી રહી હોવાથી તેઓ વધુ ચૂકવણી કરે તેવી સંભાવના છે. કેટલાક જ્વેલર્સ કુદરતી હીરાના રિપ્લેસમેન્ટ તરીકે સિન્થેટિક હીરાના વેચાણને પ્રોત્સાહન આપી રહ્યા છે કારણ કે તે તેમને ભારે નફો કરવાની મંજૂરી આપે છે. સિન્થેટિક હીરા વાસ્તવિક હીરા નથી. એનું નિયમિત મૂલ્ય જાળવી શકાય નહીં.

સિન્થેટિક હીરા સાથે સંકળાયેલા નોંધપાત્ર નફાના માર્જિનથી લલચાયેલા જ્વેલર્સ તેમને કુદરતી હીરાના વિકલ્પ તરીકે પ્રમોટ કરી રહ્યા છે. જો કે, રેપાપોર્ટ ગ્રુપની ચેતવણી એ વાત પર ભાર મૂકે છે કે સિન્થેટિક હીરા તેમના કુદરતી સમકક્ષો જેવું મૂલ્ય જાળવી રાખતા નથી.

Most Popular

To Top