Entertainment

‘તમે કોણ છો?’, આ સવાલનો રણવીર સિંહે જે જવાબ આપ્યો તે સાંભળી ફેન્સ ખુશ થઈ ગયા

મુંબઈ: રણવીર સિંહ (Ranveer Sinh) બોલિવૂડનો (Bollywood) મોટો સુપરસ્ટાર છે. રણવીરની ફેન ફોલોઈંગ પણ જોરદાર છે. વિદેશમાં પણ ચાહકો રણવીરના દિવાના છે, પરંતુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે ફોર્મ્યુલા રેસિંગના ભૂતપૂર્વ ડ્રાઇવર માર્ટિન બ્રંડલે (Martin Brundel) રણવીર સિંહને ઓળખવાની ના પાડી અને પછી શું થયું… ?

રણવીર સિંહે અબુ ધાબીમાં (Abu Dhabi) F1 રેસ ઈવેન્ટમાં હાજરી આપી હતી. ફોર્મ્યુલા રેસિંગના ભૂતપૂર્વ ડ્રાઇવર અને કોમેન્ટેટર માર્ટિન બ્રંડલ ઇવેન્ટમાં રણવીર સિંહને ઓળખી શક્યા ન હતા. બ્રંડલે લાઈવ ઈન્ટરવ્યૂમાં રણવીર સિંહને પૂછ્યું કે તમે કોણ છો? સામાન્ય રીતે કોઈ સેલિબ્રિટીને આવો સવાલ પૂછવામાં આવે ત્યારે તેઓનો અહૃમ ઘવાતો હોય છે પરંતુ રણવીરે જે નમ્રતાથી આ સમગ્ર પરિસ્થિતિને સંભાળી તે પ્રશંસનીય છે.

દુબઈમાં એવોર્ડ નાઈટમાં હાજરી આપ્યા બાદ રણવીરે અબુ ધાબીમાં F1 રેસિંગ ઈવેન્ટ પ્રેક્ષક તરીકે જોવા ગયો હતો. માર્ટિન બ્રંડલ રેસ દરમિયાન રણવીર સાથે વાત કરે છે. તેઓ રણવીરને પહેલા પૂછે છે – તમે કેમ છો? આ સવાલના જવાબમાં રણવીર કહે છે કે ટોપ ઓફ ધી વર્લ્ડ. માર્ટિને આગળ પૂછ્યું – હું ભૂલી ગયો છું કે તમે કોણ છો, શું તમે મને કહી શકો? આના પર રણવીરે પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું – હું બોલિવૂડ એક્ટર છું સર, હું મુંબઈ, ભારતનો છું. હું એન્ટરટેઈનર છું. રણવીરનો જવાબ સાંભળીને માર્ટિન પણ તેના માટે પાગલ થઈ ગયો અને તે રણવીરના વખાણ કરવાથી પોતાની જાતને રોકી શક્યો નહીં. માર્ટિને રણવીરના ફંકી સ્ટાઈલીશ કપડાની પણ પ્રશંસા કરી હતી.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

ચાહકો રણવીરના જવાબથી પ્રભાવિત થયા
રણવીર સિંહનો માર્ટિન બ્રંડલ સાથેની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રણવીરે જે ગ્રેસ સાથે માર્ટિનના સવાલનો જવાબ આપ્યો તેના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. રણવીરના વખાણ કરતાં એક યુઝરે લખ્યું- પોતાનો પરિચય કરાવવાની અદા શાનદાર છે. રણવીરે જે રીતે સ્મિત સાથે પોતાનો પરિચય આપ્યો છે, તે પછી અભિનેતાની સ્ટાઈલના ચાહકોને વિશ્વાસ થઈ રહ્યો છે.

Most Popular

To Top