Gujarat

RAJKOT: વેક્સિન મૂકવા આવનારાઓ માટે સોનાની ગિફ્ટ અને ભોજનની વ્યવસ્થા

હાલ દેશભરમાં કોરોના કેસો (CORONA CASE) ની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. આજે કોરોના કેસોમાં વિસ્ફોટ્ક વધારો થતાં કેસ 1 લાખને પાર થઈ ગયા છે. એકબાજુ કેસો વધી રહ્યા છે તો બીજી બાજુ લોકો કોરોના રસી લેવા પણ પહોચી રહ્યા છે. ત્યારે લોકો વધુ સંખ્યામાં રસી લે તેવા આશયથી રાજકોટની (Rajkot) એક સામાજિક સંસ્થાએ ભુખ્યા પેટે વેક્સીન (Vaccine) નહિનું સુત્ર અપનાવ્યું છે. વેક્સીન કેમ્પમાં વેક્સીન (Corona Vaccine) મુકાવવા આવનાર લોકોને ભરપેટ ભોજન કરાવ્યા બાદ વેક્સીન મુકે છે. જેને કારણે આ વેક્સીન કેમ્પ (Vaccine Camp) આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જેની નોંધ સુરતનાં ઘારાસભ્ય હર્ષ સંઘવીએ ( HARSH SANGHVI ) લીધી અને ટ્વિટ કરી સંસ્થાની કામગીરીની પ્રસંસા કરી હતી.

રાજકોટમાં કોરોનાનું (Rajkot) સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે રાજકોટ મહાનગરપાલીકા સામાજીક સંસ્થાઓને સાથે રાખીને વધુ માં વધુ લોકો વેક્સીન લે તેથી અલગ અલગ સમાજનાં વેક્સીનેશન કેમ્પ (Vaccination Campening) કરી રહ્યા છે. રાજકોટનાં જૈન વિઝન ગ્રૃપ દ્વારા જૈન સમાજનાં લોકો માટે બે દિવસીય વેક્સીનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજીત 1300 કરતા વધુ લોકોએ વેક્સીન મુકીને સુરક્ષીત થયા હતા.

જૈન વિઝન ગ્રુપનાં (Jain Vision Group) આગેવાન મિલન કોઠારીએ જણાવ્યું હતું કે, શનિવાર અને રવિવાર એમ બે દિવસ સુધી સવારે 8 વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધી વેક્સીનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા વધુમાં વધુ લોકોને વેક્સિન મૂકવા તંત્રને સૂચના આપવામાં આવી છે. જોકે રાજકોટમાં સમસ્ત સોની સમાજનો વેક્સીનેશન કેમ્પમાં સોની બજારમાં આવેલ કોઠારીયા નાકા પાસેની કિશોરસિંહજી પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો. જેમાં લોકો સ્વયંભૂ વેકસીન લેવા પહોંચ્યા હતા. કારણકે ત્યાં વેક્સિન લીધા બાદ ગિફ્ટ મળી રહી હતી.

700 મહિલાઓને સોનાની ચૂંક વહેંચાઈ
કોરોનાની રસી મુકાવવા માટે સમસ્ત સોની સમાજની 700 મહિલાઓને સોનાની નાકની ચૂંક અને 631 પુરૂષોને હેન્ડ બ્લેન્ડર આપી પ્રોત્સાહિત કર્યા હતા. સોની કામ સાથે જોડાયેલા મોટી સંખ્યામાં લોકોએ વેક્સીનેશન કેમ્પનો લાભ લીધો હતો. વેક્સીન મૂકાવનારને ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવતા લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. સાથે જ લોકો વધુમાં વધુ વેક્સીન મૂકાવીને સુરક્ષિત થાય તેવી લોકોને અપીલ કરવામાં આવી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top