National

રાજ ઠાકરે મસ્જિદ સામે હનુમાન ચાલીસા લાઉડસ્પીકર પર વગાડવાનો પ્લાન કર્યો કેન્સલ, કહ્યું…

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra) નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે(Raj Thackeray) મસ્જિદોમાંથી લાઉડસ્પીકર (Loud Speaker)હટાવવા માટે સતત અભિયાન ચલાવી રહ્યા છે. હાલમાં જ તેઓએ અક્ષય તૃતીયા પર રાજ્યભરના તેના સ્થાનિક મંદિરોમાં લાઉડસ્પીકર લગાવીને ‘મહા આરતી’ કરવાની જાહેરાત કરી હતી તેમજ હનુમાન ચાલીસા(Hanuman Chalisa)ના પાઠ કરવાની પણ વાત કરી હતી. પરંતુ હવે તેઓએ આરતી કરવા પણ મનાઈ ફરમાવી છે.

  • રાજ ઠાકરેનું અક્ષય તૃતીયાને લઈ નિવેદન, કહ્યું- અક્ષય તૃતીયા પર તમે લોકો ક્યાંય આરતી ન કરો
  • લાઉડસ્પીકર ધાર્મિક મુદ્દો નથી પણ સામાજિક મુદ્દો છે: રાજ ઠાકરે

રાજ ઠાકરેએ ઔરંગાબાદની રેલીમાં કહ્યું હતું કે બધાએ ખુશીથી ઈદ મનાવવી જોઈએ, પરંતુ તે 4 મેના રોજ કોઈની વાત નહીં સાંભળે. પરંતુ હવે રાજ ઠાકરેનું નિવેદન આવ્યું છે. જેમાં તેમણે આવતીકાલે મસ્જિદોની સામે હનુમાન ચાલીસાના પાઠ કરવાનો પ્લાન રદ્દ કરી દીધો છે. રાજ ઠાકરેએ કહ્યું કે આવતીકાલે ઈદ છે. મુસ્લિમ સમાજનો આ તહેવાર હર્ષોલ્લાસથી ઉજવવો જોઈએ. આવતીકાલે કોઈપણ MNS કાર્યકર હનુમાન ચાલીસાનું પાઠ કરશે નહીં.

‘લાઉડસ્પીકર ધાર્મિક મુદ્દો નથી પરંતુ સામાજિક મુદ્દો છે: રાજ ઠાકરે
રાજ ઠાકરેએ લાઉડસ્પીકર મુદ્દે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, ‘લાઉડસ્પીકર ધાર્મિક મુદ્દો નથી પરંતુ સામાજિક મુદ્દો છે. આ માટે તમારે આગળ શું કરવું પડશે, હું આવતી કાલે ટ્વીટ કરીને જણાવીશ.

રાજ ઠાકરેએ આપી હતી ચેતવણી
રાજ ઠાકરેએ રવિવારે ઔરંગાબાદ રેલીમાં ચેતવણી આપી હતી કે જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો અમે મહારાષ્ટ્રને અમારી તાકાત બતાવીશું. મસ્જિદોની સામે ડબલ લાઉડ સ્પીકર લગાવવામાં આવશે અને ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે. વધુમાં તેઓએ કહ્યું કે જો યુપીમાં લાઉડસ્પીકર હટાવી શકાય તો મહારાષ્ટ્રમાં કેમ નહીં. ઔરંગાબાદ સંભાજી નગરમાં 600 મસ્જિદો છે, નિયમો બધા માટે સમાન હોવા જોઈએ. હું ફરી કહું છું કે મસ્જિદો પરના તમામ લાઉડસ્પીકર ગેરકાયદેસર છે.

Most Popular

To Top