World

કતરએ Inidan Navyના 8 પૂર્વ અધિકારીઓને સંભળાવી ફાંસીની સજા, ભારત મુક્તિની કાર્યવાહી માટે તૈયાર

નવી દિલ્હી: ઇઝરાયલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) દરમિયાન ઇઝરાયેલને ભારતના (india) સમર્થનનો કતરએ (Qatar) ક્રૂર બદલો લીધો છે. કતરની એક અદાલતે એક વર્ષથી વધુ સમયથી દેશમાં અટકાયતમાં રહેલા ભારતીય નૌકાદળના (Indian NAvy) આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મૃત્યુદંડની સજા સંભળાવી છે. ભારત સરકારે (Indian Goverment) સજા પર આઘાત વ્યક્ત કર્યો અને તેના નાગરિકોની મુક્તિ સુરક્ષિત કરવા માટે તમામ ઉપલબ્ધ કાયદાકીય વિકલ્પોની શોધ કરવાની પ્રતિજ્ઞા લીધી. આ અધિકારીઓને કતર દ્વારા જાસૂસીના આરોપમાં એક વર્ષથી વધુ સમય સુધી ત્યાં રાખવામાં આવ્યા હતા. કતર દ્વારા જે ઝડપે 8 ભારતીય સૈનિકોને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે તેના પરથી લાગી રહ્યું છે કે ભારતે ઈઝરાયેલને સમર્થન આપ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ભારત સરકાર પણ આ મામલે જે ઝડપ બતાવે છે તેનાથી આશ્ચર્ય થાય છે. આથી એવું લાગી રહ્યું છે કે ભારતે ઈઝરાયેલને સમર્થન આપ્યા બાદ કતરે આ પગલું ભર્યું છે.

જો કે પાકિસ્તાની મીડિયાએ ઘણા સમય પહેલા એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે કતર ભારતીય સૈન્ય અધિકારીઓને મોતની સજા આપી શકે છે. પાકિસ્તાની રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આરોપીઓની ઓળખ ભારતની ગુપ્તચર એજન્સી, સર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) માટે કામ કરતા તરીકે કરવામાં આવી છે. તેઓ કતરમાં જાસૂસી પ્રવૃત્તિઓ હાથ ધરતા કથિત રીતે પકડાયા હતા. કતારમાં જે પૂર્વ નેવી અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે તેમના નામ છે કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુનકર પકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશ.

ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું- અમે કાયદાકીય વિકલ્પ શોધી રહ્યાં છીએ
વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે મૃત્યુદંડના નિર્ણયથી ઊંડો આઘાત અનુભવીએ છીએ અને વિગતવાર નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. અમે પરિવારના સભ્યો અને કાનૂની ટીમના સંપર્કમાં છીએ અને તમામ કાયદાકીય વિકલ્પોની શોધ કરી રહ્યા છીએ. અમે આ બાબતને ખૂબ મહત્વ આપીએ છીએ અને તેને નજીકથી અનુસરી રહ્યા છીએ. અમે તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાય પૂરી પાડવાનું ચાલુ રાખીશું. અમે કતરના સત્તાવાળાઓ સાથે પણ આ મુદ્દાને ઉઠાવીશું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય નૌકાદળમાં વિવિધ પદો પર કામ કરી ચૂકેલા આ પૂર્વ અધિકારીઓ પર ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ધરપકડ કરાયેલા અધિકારીઓએ ઈટાલી પાસેથી અદ્યતન સબમરીન ખરીદવાના કતરના ગુપ્ત કાર્યક્રમની વિગતો આપી હતી. રિપોર્ટ અનુસાર, આ જ કેસમાં એક ખાનગી ડિફેન્સ કંપનીના સીઈઓ અને કતારના ઈન્ટરનેશનલ મિલિટરી ઓપરેશન્સના વડાની પણ ધરપકડ કરવામાં આવી છે. ભારતીય નૌકાદળના તમામ આઠ અધિકારીઓ પણ આ કંપનીમાં કામ કરતા હતા.

Most Popular

To Top