SURAT

‘પાણી આપો.. પાણી આપો…’ પૂણા વિસ્તારની મહિલાઓએ રસ્તે ઉભા રહી આવી બૂમો પાડી..

સુરત (Surat) : ભરચોમાસે વિકસિત શહેર સુરતના પૂણા વિસ્તારની સોસાયટીના રહીશોને પાણી (Water) માટે રસ્તા પર ઉતરવાની નોબત આવી છે. પુણા વિસ્તારની હસ્તિનાપુર સોસાયટીના રહીશોને છેલ્લાં કેટલાંય દિવસથી પૂરતું પાણી મળતું નથી. આજે સોસાયટીમાં રહેતી મહિલાઓ ડેગડા, ડોલ લઈને રસ્તા (Road) પર ઉતરી આવી હતી અને પાણી આપો..પાણી આપો..ની બૂમો પાડી વિરોધ (Protest) કર્યો હતો.

  • સમયસર અને પૂરુતં પાણી નહીં હોવાની હસ્તિનાપુર સોસાયટીના રહીશોની ફરિયાદ
  • પૂણા વિસ્તારની હસ્તિનાપુર સોસાયટીના રહીશોનો પાણી માટે વિરોધ
  • વેરો ભરવા છતાં સુરત મનપા પાણી પૂરું પાડતી નહીં હોય સ્થાનિકો રોષે ભરાયા
  • હસ્તિનાપુર સોસાયટીના 5000 લોકોના પાણી માટે વલખાં
  • મહિલાઓએ ડેગડા, ડોલ લઈને રસ્તે ઉતરી આવી પાલિકા હાય હાયના નારા પોકાર્યા

મહિલાઓએ કહ્યું કે, દર વર્ષે નિયમિત સુરત મનપાનો (Surat Municipal Corporation) વેરો (Tax) ભરીએ છીએ તેમ છતાં પાલિકા દ્વારા અમને પૂરતું પાણી આપવામાં આવી રહ્યું નથી. અનેકોવાર રજૂઆત કરવા છતાં પાલિકાના અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવતી નથી. હવે તો અધિકારીઓ જવાબ પણ આપતા નથી. એટલે આજે અમારે વિરોધ પ્રદર્શન કરવું પડ્યું છે. સોસાયટીના પ્રમુખ ભરત કાછડીયાએ જણાવ્યું કે, વર્ષ 2016માં અમારી હસ્તિનાપુર સોસાયટીનો સુરત મહાનગરપાલિકાની હદમાં સમાવેશ થયો હતો. સાત સાત વર્ષ વીતી ગયા બાદ પણ સુરત મનપાના પાણી ખાતા દ્વારા અમને પાણીની સુવિધા આપવામાં આવી રહી નથી. હસ્તિનાપુર સોસાયટીમાં 400થી વધુ મકાનો છે, જેમાં 5000થી વધુ લોકો રહે છે. તેમ છતાં આ સોસાયટીના રહીશોને સમયસર પૂરતું પાણી આપવાની તસ્દી સુરત મનપા દ્વારા લેવામાં આવી રહી નથી. વારંવાર સુરત મહાનગર પાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતુ નહીં હોય, સમસ્યાનો (Water Problem) ઉકેલ આવી રહ્યો નહીં હોય આજે મહિલા, પુરુષો સહિત તમામ રહીશોએ રસ્તે ઉતરી વિરોધ કર્યો છે.

પૂણા વિસ્તારની અનેક સોસાયટીમાં પાણીની સમસ્યા
પુણા વિસ્તારમાં હસ્તિનાપુર સોસાયટીની જેમ અન્ય અનેક સોસાયટીઓમાં (Society) પાણીનો પ્રશ્ન હોવાનું જાણવા મળ્યું છે. અહીંના રહીશો દ્વારા પાલિકાને અનેકોવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી. લોકો બોરિંગમાંથી પાણી લેતા હતા તે હવે સરકારે બોરિંગ નીતિ અમલમાં મુકી તે સુવિધા પણ છીનવી લીધી છે.

Most Popular

To Top