SURAT

થાઈલેન્ડની યુવતીઓ પાસે થાઈ મસાજના બહાને પુણાના સ્પામાં ચાલતું કૂટણખાનું પકડાયું

સુરત: શહેરમાં ઠેરઠેર સ્પા અને મસાજ પાર્લરની આડમાં કુટણખાના શરૂ થઈ ગયા છે. પોલીસ દ્વારા અવારનવાર દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં આવા અનીતિના ઠેકાણાઓ બંધ કરવામાં સફળતા મળી નથી. દરમિયાન મંગળવારે પુણા સીમાડા ખાતે એક સ્પામાં પોલીસે દરોડા પાડ્યા ત્યારે તે સ્પામાં પણ કુટણખાનું જ ચાલતું હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે ત્રણ ગ્રાહકને પકડ્યા હતા, જ્યારે સ્પામાં દેહ વેચતી થાઈલેન્ડની 6 મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી.

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે પુણા સીમાડા નાકા રોડ પાસે આવેલા વર્જ ચોકની સામે આવેલા રાજ ઈમ્પરીઆના પહેલાં માળે ચાલતા બ્લેક પર્લ થાઈ સ્પા માં દરોડા પાડ્યા હતા. આ સ્પામાં દેહવેપાર ચાલતો હોવાનું પોલીસે રંગેહાથ પકડી પાડ્યું હતું. પોલીસે દરોડા પાડ્યા ત્યારે ત્રણ ગ્રાહકો સ્પેશ્યિલ સર્વિસ લેતા પકડાયા હતા.

પોલીસે ગ્રાહકો દિક્ષીત ઘનશ્યામ પટેલ (રહે. શાંતિવન સોસાયટી, સરથામા), અભિષેક માનેકચંદ જૈન (રહે. વિદ્યાભારતી સ્કૂલ પાસે, ભટાર રોડ) તથા કેવિન કિરિટભાઈ મકવાણા (રહે. યોગીચોક વરાછા)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 1.64 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે આરોપીઓ સંતોષ શિયારામ મોરે અને હરેશ પુના બારૈયા ભાગીદારીમાં સ્પા કમ કુટણખાનું ચલાવતા હતા. સંચાલક તરીકે કૃણાલ રવિ બોરીચાય જવાબદારી નિભાવતો હતો. એટલું જ નહીં સંચાલક સંતોષની થાઈ ગર્લફ્રેન્ડ યુવતીઓને સપ્લાય કરતી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વેસુમાં ફૂડની લારી પર દારૂ વેચતા આધેડ ઝડપાયા
સુરત: વેસુ ખાતે ફૂડની લારી ચલાવતા આધેડ લારી ઉપર ગ્રાહકોને દારૂ પણ સપ્લાય કરતા હોવાની બાતમીના આધારે વેસુ પોલીસે તેમને પકડી 50 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વેસુ પોલીસની ટીમને બાતમી મળી હતી કે, સુનીલભાઇ મહેશચન્દ્ર શાહ (ઉં.વ.૫૫) (રહે., સી/૨૦૭, હાઇટેક રેસિડેન્સી, જોલી પાર્ટી પ્લોટની પાસે, વેસુ) ફૂડની લારી ચલાવે છે અને લારી ઉપર જ તેઓ ગ્રાહકોને દારૂ પણ સપ્લાય કરે છે. આથી પોલીસે વોચ ગોઠવી તેમને પકડી પાડ્યા હતા. તેમના ફ્લેટ ઉપર તપાસ કરતાં ફ્લેટમાંથી વિદેશી દારૂની 96 બોટલ કિંમત 50,700 રૂપિયા મળી આવી હતી. વેસુ પોલીસે દારૂ કબજે કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top