Charchapatra

બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન જરૂરી છે

છેલ્લા કેટલાક  સમયથી પશ્ચિમ બંગાળમાં કૌભાંડ, હિંસા અને મહિલાઓ પર અત્યાચારની અનેક ઘટનાઓ બની છે જેની સામે વિરોધ નોંધાવવા અંગે રાજ્યની જનતાના અહિંસક ન્યાયલક્ષી આંદોલન સામે બંગાળની સરકારે સત્તાનો  દુરુપયોગ કરી જનતામાં ન્યાયની માંગણી રૂપી અવાજને દાબી દેવામાં નિંરતર પ્રયાસ કર્યો છે. હાલમાં જ મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓમાં પીડિત મહિલાઓનાં નિવેદનોને ધ્યાનમાં લેવામાં આવ્યાં ન હતાં, જેના વિરોધમાં મહિલા આયોગના અધ્યક્ષે મમતા બેનરર્જીનું રાજીનામું માંગ્યું હતું અને બંગાળની જનતાના હિતમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી હતી જે વર્તમાન પરિસ્થિતિ અને સંજોગો અનુસાર યોગ્ય અને ન્યાયલક્ષી જ છે. હવે પ. બંગાળના રાજ્યપાલે બંગાળની જનતાના હિતમાં વિવેક બુદ્ધિથી ન્યાયલક્ષી નિર્ણય લેવો જરૂરી બન્યો છે.
સુરત     – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

બજારમાં રૂા.10ની નોટની તંગી
આજકાલ બજારમાં રૂા.10ની નોટની ખૂબ જ તંગી જોવા મળે છે. એને લીધે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ તથા નાના વેપારીઓને ખૂબ જ હાડમારી વેઠવી પડે છે. કોઇ પણ બેંકમાં રૂા.10ની નોટનું બંડલ લેવા માટે જાઓ તો બંડલ મળતું જ નથી. રૂ. 10 ઉપરાંત રૂા. 20 તેમજ ઇવન 50 રૂા.નાં નોટનાં બંડલ પણ બેંકમાં મળતાં જ નથી. તો આ અંગે સરકારે તાત્કાલિક પગલાં ભરી નાની નોટનાં બંડલ બેંકમાં ઉપલબ્ધ કરાવવા જ જોઇએ. જેથી લોકોની પરેશાની ઘટે. રિઝર્વ બેંક રૂા. 10, 20 તેમજ રૂા. 50ની નવી સારા કાગળ વાપરી નવી નોટ બજારમાં મૂકવી જોઇએ. હાલની રૂા. 50ની નોટ ખૂબ જ ટૂંકા ગાળામાં રદી્ થઈ જાય છે. રૂા. 10ની નોટ પણ ખૂબ જ ટૂંકા ગાળામાં રદી્ થઈ જાય છે. તો રિઝર્વ બેંકે નવી નોટ છાપી બજારમાં મૂકવી જોઇએ.
તાલીપરા     – હિતેશકુમાર એસ. દેસાઇ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.­­

Most Popular

To Top