Gujarat

એવું તે શું થયું કે ચોટીલામાં બે પુત્રોની માતાએ PIની ચેમ્બરમાં ફિનાઈલ ગટગટાવવું પડ્યું ?

ગુજરાત: ચોટીલા પોલીસ (Police) મથકમાં (Station) બે સંતાનોની માતાએ ફિનાઈલ (phenyl) પી જયને આપઘાત કરી લેવાનો પ્રયત્ન કર્યો હતો.જે ઘટનાને પગલે પોલીસ સ્ટેશનમાં હલચલ મચી જવા પામી હતી.બનાવ અંગેની જાણવા મળતી પ્રાથમિક માહિતી મુજબ ચોટીલા હરિધામ સોસાયટીમાં રહેતા મૂળ મોકાસરના વતની મનીષાબેન લગ્ન જસદણના રાજવડલા ગામે રીત રસમ મુજબ કન્સ્ટ્રક્સનનું કામકાજ કરતાં સુરેશભાઇ સોલંકી સાથે 12 પહેલા થયા હતા. દામ્પત્ય જીવન દરમયાન તેઓને 2 સંતાનો પણ છે.

મહિનામાં ઘરેથી કોઇને જાણ કર્યા વગર બાળકો અને પત્નીને મૂકી જતા રહ્યા હતા
દરમિયાન તેઓની સાથે અલ્કા નામની યુવતી કામ કરવા આવતી હતી. જેની સાથે તેઓની આંખ મળી જતા ગત એપ્રિલ મહિનામાં ઘરેથી કોઇને જાણ કર્યા વગર બાળકો અને પત્નીને મૂકી જતા રહ્યા હતા. અને તેઓએ બાદમાં પરિવારને તેમના લગ્નનું સર્ટિ મોકલ્યું હતું.આથી પોલીસ બન્નેને ચોટીલા પોલીસ મથકે લઇ આવ્યા છે. 2 સંતાન અને માતાને તરછોડી ખોટા આધારોથી અન્ય સાથે લગ્ન કરનાર તેના પતિ વિરૂદ્ધ ગુનો દાખલ કરી ન્યાય અપાવવા મનીષાબેન રજૂઆત કરવા પીઆઈ પાસે ગયા અને થોડા સમયમાં ચેમ્બરનાં અધિકારી બહાર દોડી આવી દવા પી ગયાનું કહેતા દોડધામ મચી હતી.

એપ્રિલ મહિનામાં ફરિયાદ માટે લેખિત અપાઇ છે
જ્યારે મહિલાને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. આમ પત્ની અને સંતાનો તરછોડી જતા રહેનાર યુવકની પત્ની તેમજ તેની સાથે બીજી પત્ની બનનાર યુવતીનાં પરિવાર દ્વારા પણ પોલીસને એપ્રિલ મહિનામાં ફરિયાદ માટે લેખિત અપાઇ છે. પરંતુ ગુનો નોંધવાની બદલે સમગ્ર પ્રકરણ અરજી ઉપર રહેતા તેની રજૂઆતમાં કોઇ કારણોસર મનીષાબેને ફિનાઈલ ગટગટાવેલ છે.

સુઝબુઝ પડી ન હતી જેથી તેણીના સબરના બાણ તૂટી જવા પામ્યા હતા
પોલીસ બન્નેને ચોટીલા પોલીસ મથકે લઇ આવ્યા છે. 2 સંતાન અને માતાને તરછોડી ખોટા આધારોથી અન્ય સાથે લગ્ન કરનાર તેના પતિ વિરૂદ્ધ ગુનો દાખલ કરી ન્યાય અપાવવા મનીષાબેન રજૂઆત કરવા પીઆઈ પાસે ગયા.હતા પણ જ્યાં તેમને પોલીસ તરફે તપાસમાં કોઈ પણ પ્રકારનો સારો પ્રતિસાદ સાંપડ્યો ન હતો.ન્યાય માટે વલખા મારતી મનીષાને અંતે કસી સુઝબુઝ પડી ન હતી જેથી તેણીના સબરના બાણ તૂટી જવા પામ્યા હતા.ન્યાયની કોઈ પણ ઉમીદ નહિ દેખાતા તેમેણે આ કૃત્ય કરી પોતાની જાતને ખતમ કરી દેવાનો રસ્તો દેખાયો હતો.આખરે તેને પીઆઇની ચેમ્બરમાં જઈને ફીમનાઈલ પી લેતા તેણીને તાત્ત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી હતી.

Most Popular

To Top