Dakshin Gujarat

દક્ષિણ ગુજરાતમાં દારૂનું નેટવર્ક ચલાવનાર કુખ્યાત બુટલેગર રાજુ સોની અંતે પોલીસના હાથે દબોચાયો

પલસાણા: સુરત (Surat) શહેરના ગોડાદરા વિસ્તારનો કુખ્યાત બુટલેગર રાજુ સોની મહારાષ્ટ્રમાં (Maharastra) રહી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગેરકાયદે વિદેશી દારૂનો (Alcohol) ધંધો ચલાવતો હતો અને સુરત શહેર સહિત વિવિધ જિલ્લાના ગુનામાં નાસતો ફરતો હતો. આ રાજુ સોનીને ગ્રામ્ય એલસીબીએ (LCB) ઝડપી પાડ્યો હતો.

એલ.સી.બી. ટીમ સુરત જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, સુરત ગ્રામ્ય તથા સુરત શહેર અને અન્ય જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી અને આંતરરાજ્ય દારૂનું નેટવર્ક ચલાવનાર રાજુ ઉર્ફે રાજુ સોની વિષ્ણુગોપાલ સોની (રહે.,ગોડાદરા, સુરત શહેર) એક કાર નં.(MH-03-BH-8314) લઈ સુરતથી કઠોદરા થઈ ને.હા. નં-૪૮ ઉપર પસાર થનાર છે તેવી બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછ કરતાં સુરત, નવસારી, ડાંગ, સુરત શહેરનાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો હોવાની કબૂલાત કરી હતી. આ અંગે કાર્યવાહી કરી કોસંબા પો.સ્ટે.ને હાલ રાજુ સોનીનો કબજો સુપરત કરવામાં આવ્યો હતો.

ધોલાઈ બંદરે જ્વલનશીલ પ્રવાહીના 13 બેરલ ભરેલી બોટ ઝડપાઇ
બીલીમોરા : બીલીમોરા નજીક કાંઠાના ધોલાઈ બંદર જેટી ઉપર મરીન પોલીસે બાતમી આધારે રૂ. 2 લાખ કિંમતના 13 જ્વલનશીલ પ્રવાહી ભરેલી બોટ ઝડપી હતી. જે સાથે રૂ. 27 લાખનો મુદ્દામાલ સાથે 8ની અટકાયત કરી હતી. જ્યારે એકને વોન્ટેડ જાહેર કરાયો હતો.

ધોલાઈ મરીન પોલીસ મથકના પીઆઇને બોટમાં જ્વલનશીલ પ્રવાહી બંદર જેટીએ ઉતરવાની બાતમી મળી હતી. બાતમીવાળી બોટ લાંગરતા તેની તલાસી લેવાઈ હતી. જેમાં 13 બેરલમાં રૂ. 2730 લીટર જથ્થો મળી આવ્યો હતો. તે સાથે રૂ.25 લાખની ગજ લક્ષ્મી બોટ મળી કુલ 27,04,750 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. તે સાથે અશોકભાઇ ફકીરભાઇ ટંડેલ (45 ધંધો- માછીમારી રહે- કકવાડી, તા.જી.વલસાડ), નિલેશભાઇ રૂપજીભાઇ પાઢકર (ઉ.વ-24 રહે. બારડપાડા તા.તલાસરી જી.પાલઘર, મહારાષ્ટ્ર), વિલાસ ચૈત્ય સનવર (ઉ.વ 25 રહે-સુત્રકાર તા તલાસરી જી.પાલઘર મહારાષ્ટ્ર), અવિનાશ શિવાજી પવાર (ઉ.વ 20રહે-મેઢકપાડા તા.તલાસરી જી.પાલઘર મહારાષ્ટ્ર), વસંત ભાદલા ઢાંગડા (32 રહે સુત્રકાર તા.તલાસરી જી.પાલઘર મહારાષ્ટ્ર), વિજય શિવાજી કોર (રહે સુત્રકાર તા.તલાસરી જી.પાલઘર મહારાષ્ટ્ર), પ્રકાશ રાવજી વાઢુ (23 રહે બારડપાડા તા. તલાસરી જી.પાલઘર મહારાષ્ટ્ર), કિશન માલજી કૌર (20 રહે સુત્રકાર તા,તલાસરી જી.પાલઘર મહારાષ્ટ્ર)ની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે રાજુભાઇ ટંડેલ (રહે-મોટી દાંતી તા.જી.વલસાડ)ને વોન્ટેડ જાહેર કરાયો હતો.

Most Popular

To Top