Business

2022માં લોન્ચ થનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કેમ થયો વિલંબ? રેલવેએ આપી લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકી એક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) ઝડપથી આગળ વધી રહ્યો છે. ભારતીય રેલ્વે (Indian Railways) મુસાફરોને ઉચ્ચ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવા અને ઝડપથી તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે ટૂંક સમયમાં બુલેટ ટ્રેન શરૂ કરવાની તૈયારી કરી રહી છે. રેલ્વે મંત્રાલયે તેના X (અગાઉ ટ્વિટર) હેન્ડલ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામ અંગે અપડેટ આપી છે.

રેલવે મંત્રાલયે બુલેટ ટ્રેન માટે બનાવવામાં આવી રહેલા સ્ટેશનોને લઈને અપડેટ આપી છે. તમને જણાવી દઈએ કે પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ રૂટ પર દોડશે. રેલવે મંત્રાલયે વાપી, આણંદ, સુરત, અમદાવાદ અને સુરત હાઈ-સ્પીડ રેલ (HSR) સ્ટેશનો પર ચાલી રહેલા કામની તસવીરો શેર કરી છે.

સરકારના જણાવ્યા અનુસાર બુલેટ ટ્રેનની સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાક હશે. બુલેટ ટ્રેન દ્વારા અમદાવાદ-મુંબઈ વચ્ચેની મુસાફરી 2 કલાક 7 મિનિટમાં પૂર્ણ થશે. હાલમાં, આ બે શહેરો વચ્ચે મુસાફરીમાં બસ દ્વારા 9 કલાક અને ટ્રેનમાં 6 કલાકનો સમય લાગે છે. બુલેટ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

જો કે વર્ષ 2015માં મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ સપ્ટેમ્બર 2017માં કરવામાં આવ્યો હતો. ત્યારે રેલવેએ કહ્યું હતું કે 15 ઓગસ્ટ 2022 સુધીમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ રેલ શરૂ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.

Most Popular

To Top