National

કર્ણાટકમાં PM મોદીએ વગાડ્યો ઢોલ, વડાપ્રધાને અન્ય શહેરોમાં પણ વગાડ્યા છે વાજીંત્રો, જુઓ વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) હાલ મહારાષ્ટ્ર (Maharashtra) અને કર્ણાટકના પ્રવાસે છે. અહીં તેમણે વિકાસ કામોની ભેટ આપી છે. કર્ણાટકની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના કલબુર્ગી જિલ્લામાં પરંપરાગત ઢોલ વગાડ્યો હતો. જોવા મળ્યું છે કે વડાપ્રધાન દેશ વિદેશમાં જ્યાં પણ પ્રવાસ (Tour) કરે છે ત્યાં તેઓ પરંપરાગત સંગીતનાં (Traditional Music) સાધનોને જોવાથી અને તેને વગાડવાથી પોતાને રોકી શકતા નથી. સાંસ્કૃતિક સંગીતનાં સાધનોમાં એક આનંદ છુપાયેલો છે જે વિવિધ સંસ્કૃતિઓને જોડવાનું કામ કરે છે. પીએમ મોદી આ વાત સારી રીતે જાણે છે. આજે ગુરુવારે તેમણે કર્ણાટકના કલબુર્ગી જિલ્લામાં ઢોલ (Drum) વગાડ્યો હતો. એ જ રીતે અનેક પ્રસંગોએ તેમણે ઢોલ કે અન્ય વાજીંત્રો વગાડીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાન ગયા મહિને એટલે કે 11 ડિસેમ્બર 2022ના રોજ મહારાષ્ટ્રના પ્રવાસે પણ હતા. અહીંની તેમની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મહારાષ્ટ્રના નાગપુરમાં ડ્રમ વગાડ્યું હતું. પ્રસ્તાવિત કાર્યક્રમની વચ્ચે પરંપરાગત પોશાકમાં કેટલાક યુવાનો મોટા ઢોલ વગાડતા હતા. જેમાંથી એકની પાસેથી ડ્રમ સ્ટીક લઈને પીએમ ડ્રમ વગાડતા જોવા મળ્યા હતા. પીએમ મોદીને તેમની વચ્ચે ડ્રમ વગાડતા જોઈને લોકો ઉત્સાહિત થઈ ગયા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2018માં ચીનની મુલાકાત લીધી હતી. ચીન સાથેના કડવા સંબંધોનો અંત લાવવા બે દિવસની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 એપ્રિલે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. શી જિનપિંગ સાથે અનૌપચારિક મુલાકાત બાદ પીએમ મોદીએ વુહાન પ્રાંતીય મ્યુઝિયમની મુલાકાત લીધી. આ દરમિયાન પીએમ મોદીએ ચીનની પરંપરાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ચીનની પરંપરાઓ જાણીને પીએમ મોદીએ અહીં ચીનનાં પારંપરિક ઘંટ વગાડ્યા હતા.

જે સમયે પીએમ મોદી વુહાનના મ્યુઝિયમમાં ચીનની ઐતિહાસિક વસ્તુઓ જોઈ રહ્યા હતા ત્યારે તેમાં કેટલાક ડ્રમ્સ પણ હતા. જેને તેઓ વગાડતા રોકી શક્યા ન હતા. જ્યારે તેઓ ડ્રમ વગાડતા હતા ત્યારે તેમની બાજુમાં ઉભેલા શી જિનપિંગ હસતા જોવા મળ્યા હતા. આ રીતે ચીનમાં ઢોલ વગાડીને તેમણે એ બતાવવાનો પ્રયાસ કર્યો કે ચીન અને ભારત બંનેએ પોતાની હજારો વર્ષ જૂની સંસ્કૃતિને જાળવી રાખી છે.

જ્યારે ગયા વર્ષે એટલે કે 4 જાન્યુઆરી 2022ના રોજ પીએમ મોદી મણિપુરની મુલાકાતે ગયા હતા. પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર પરંપરાગત સંગીતનાં વાદ્યોને જોવાથી પોતાને રોકી શક્યા ન હતાં અને તેને જાતે વગાડવા લાગ્યા હતાં. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદી ત્રિપુરા, મણિપુરની મુલાકાત દરમિયાન પરંપરાગત સંગીતનાં સાધનો વગાડતા જોવા મળ્યા હતા.

પીએમ મોદી ત્યાં તેમનું સ્વાગત કરવા માટે સંગીતનાં સાધનો વગાડતા કલાકારોને પણ મળ્યા અને તેમની સાથે વાતચીત દરમિયાન પોતે ડ્રમ વગાડ્યું હતું. જ્યારે પીએમ મોદીએ એક કલાકારને ડ્રમ વગાડતા જોયો તો તેમની પાસેથી આ વાદ્ય વિશે જાણ્યું અને હાથ અજમાવ્યો હતો. આ પછી જ્યારે તે આગળ ગયા તો તેમણે એક કલાકારને ડ્રમ વગાડતા જોયો તેને જોઈને પીએમ મોદી પોતાને રોકી ન શક્યા. પીએમએ ખુશીથી ઢોલ વગાડ્યા અને પછી કલાકારોને અલવિદા કહ્યું હતું.

Most Popular

To Top