National

ગુરદાસપુરમાં પીટબુલનો આંતક, એક જ રાતમાં 12 લોકો પર હુમલો

પંજાબ: પંજાબના (Punjab) ગુરદાસપુર (Gurudaspur) જિલ્લામાં ગુરુવાર રાતથી શુક્રવાર સવાર સુધી પીટબુલ (Pitbull) કૂતરાએ (Dog) લોકો પર હુમલો કર્યો હતો. માનસિક સંતુલન ગૂમાવનાર કૂતરાએ એક પછી એક 12 લોકો પર હુમલો કર્યો હતો અને તેમને લોહીથી લથબથ કરી દીધા હતા. કૂતરાએ પાલતુ પ્રાણીઓ પર પણ હુમલો કરી તેમનું માંસ કાઢી નાખ્યું હતું. રસ્તામાં જે કોઈ મળ્યું તેની પર હમુલો કરી લોહીલુહાણ કરી દીધા હતા. આ દરમિયાન પીટબુલે નેશનલ હાઈવે પણ ક્રોસ કર્યો હતો. ગાંડા થઈ ગયેલા કુતરાથી પીછો છોડાવવા માટે ગ્રામજનોને લાકડીઓ વડે તેને માર માર્યો જ્યાં સુધી તે મરી ન ગયો.

મળતી માહિતી અનુસાર 12 લોકોને એકસાથે કરડવાનો ચોંકાવનારો મામલો ગુરદાસપુર જિલ્લાના દીનાનગર વિસ્તારને અડીને આવેલા ગામોનો છે. ટંગોશાહ ગામથી લઈને ચૌહાણા ગામ સહિત પાંચ ગામોના લોકોને પીટબુલે ખરાબ રીતે હુમલો કર્યો હતો. આ દરમિયાન તેણે 15 કિમીનું અંતર કાપ્યું અને નેશનલ હાઈવે પણ પાર કર્યો હતો. કૂતરાના ત્રાસથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે.

લોકોએ જણાવ્યું કે પહેલા પીટબુલે ટંગોશાહ ગામ પાસે ઈંટના ભઠ્ઠામાં કામ કરતા બે મજૂરો પર હુમલો કર્યો. અને તેમના બંને હાથ પર ગંભીર ઘા કર્યા હતા. કોઈક રીતે બંનેએ તેના ગળામાં પડેલી ચેઈન પકડીને પોતાનો બચાવ કર્યો હતો. ભયંકર ગુસ્સે ભરાયેલો પીટબુલ મજુરની પકડમાંથી છટકી ગયો અને ભાગી ગયો હતો.

અહીંથી પીટબુલ કોઠે રાંઝે દે ગામ પહોંચ્યો અને અહીં તેની હવેલી (ઘર)માં બેઠેલા દિલીપ કુમાર (60) પર હુમલો કર્યો હતો. દિલીપે હિંમત બતાવીને કૂતરાને ગળા સુધી હાથ મૂકીને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભયાનક પીટબુલને કાબૂમાં રાખી શક્યો નહીં. દિલીપએ પાગલ પીટબુલને પાછળથી પકડીને તેને રોક્યો, તરત જ દિલીપ તેની પકડમાંથી છટકી ગયો અને બહાર ભાગ્યો.

આ દરમિયાન ગામના લોકો એકઠા થઈ ગયા પરંતુ કોઈએ દિલીપને બચાવવાની હિંમત કરી નહીં. ત્યારબાદ તેના ભાઈના પરિવારજનોએ તેને ઘરની અંદર ખેંચીને તેનો જીવ બચાવ્યો હતો. પિટબુલે દિલીપને એટલી ખરાબ રીતે ઘાયલ કર્યો હતો કે હવેલીમાં માત્ર લોહી જ દેખાઈ રહ્યું હતું.

માણસો અને પાલતુ પ્રાણીઓ પર હમલો કર્યો
દિલીપ પર હુમલો કર્યા બાદ પીટબુલે તે જ ગામના બલદેવ રાજના વાછરડા પર હુમલો કર્યો અને તેનો પગ ખરાબ રીતે ઘાયલ કર્યો હતો. આ પછી ઘરોટા રોડ તરફ દોડી ગયેલા પીટબુલે રસ્તામાં ઘણા પ્રાણીઓને ખરાબ રીતે કરડી પડ્યો હતો. પછી ઈંટ-ભઠ્ઠા પર પહોંચ્યા પછી ત્યાંના ચોકીદારે રામનાથને પોતાનો શિકાર બનાવ્યો હતો. સદનસીબે, ભઠ્ઠા પરના અન્ય લોકોએ રામનાથને પીટબુલના હુમલાથી બચાવ્યો અને તેને ભગાડ્યો હતો.

Most Popular

To Top