Dakshin Gujarat

‘ગામમાંથી નીકળો કોઈ નેતા જોઈએ નહીં’, લોકોએ એવું કહેતા અંકલેશ્વરના ધારાસભ્ય કારમાં બેસી પાછા જતાં રહ્યાં

ભરૂચ: ભરૂચ (Bharuch) અને અંકલેશ્વરમાં (Ankleshwar) પુર (Flood) બાદ હવે પુરગ્રસ્તો વચ્ચે આવી રહેલા રાજકારણીઓ પ્રજાની ભારે નારાજગીનો એક બાદ એક ભોગ બની રહ્યાં છે. ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિનો બુધવારે અંકલેશ્વર અને ભરૂચમાં ઘેરાવો કરી પુરથી તારાજ લોકોએ ઉઘડો લેતા તેઓની બોલતી બંધ થઈ ગઈ હતી. નેતાઓ, રાજકારણીઓ સાથે અધિકારીઓએ પણ નાજુક સ્થિતિને જોઈ ચાલતી પકડવી પડી હતી.

  • નર્મદાના પાણી ઓસર્યા બાદ ફાટી નીકળેલો ગ્રામજનોમાં “આક્રોશના પૂર”માં અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વર પટેલ સામે બળાપો
  • લોકોની પાયમાલી હવે પ્રચંડ નારાજગીમાં ફેરવાઈ
  • “સાહેબ એક ટીમ નથી આવી..” ગામમાંથી બહાર નીકળો કોઈ નેતા જોઈએ નહીં
  • આવું ને આવું ચાલ્યું તો વોટ આપવાનું બંધ કરી દઈશું, એવું સાફ સાફ કહી દીધું

હવે આજે ગુરુવારે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ તાલુકાના જુના બોરભાઠા ગામે પહોંચ્યા હતા. હજી તો આ ધારાસભ્ય કારમાંથી નીચે ઉતરી પ્રજાને સાંત્વના આપે તે પહેલા જ પૂરગ્રસ્ત લોકોએ તેમને ઘેરી લઈ રોષનો મારો શરૂ કરી દીધો હતો.જુના બોરભાઠામાં આખું ગામ પાણીમાં ડૂબી ગયું હતું.

“હવે વોટ માંગવા અવશો નહિ.એક SDRF કે તંત્રની ટીમ આવી નથી.” પુર વખતે કોઇના દેખાયું ને હવે બધા નેતા નીકળી પડ્યા છે. સમય પર કોઈ નહિ આવ્યું સાહેબ. તેમ કહી ગ્રામજનોએ ધારાસભ્યને ગામમાંથી બહાર નીકળવા રોકડું પરખાવી દીધું હતું. કોઈ નેતા ગામમાં જોઈએ નહીં જતા રહોના લોકોના જનઆક્રોશ વચ્ચે અંતે ધારાસભ્યએ પોતાની કારમાં બેસી ગામ છોડી દેવાનો વારો આવ્યો હતો.

Most Popular

To Top