Dakshin Gujarat

બગવાડા ટોલનાકે હાઈવે પર ખુલ્લેઆમ તલવાર વેચવા નીકળ્યા હતા ત્રણ વ્યક્તિ, પછી થયું આવું..

પારડી: (Pardi) પારડી નેશનલ હાઇવે (National Highway) નંબર 48 બગવાડા ટોલનાકા પાસે ત્રણ ઈસમોને મ્યાનવાળી તલવારોનું (Sword) વેચાણ કરતા પોલીસે (Police) ઝડપી પાડ્યા હતા. પારડી પોલીસ મથકના પી.આઇ બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.એલ. વસાવાની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બગવાડા ટોલનાકા પાસે હાઇવે પર બંને સાઈડ અલગ અલગ જગ્યાએ ત્રણ ઈસમો મ્યાનવાળી તલવાર વેચાણ માટે રાહદારીઓને બતાવતા હતા.

  • બગવાડા ટોલનાકે હાઈવે પર ખુલ્લેઆમ તલવાર વેચવા નીકળેલા ત્રણ ઝડપાયા
  • પોલીસે 34 ઈંચ લાંબી મ્યાનવાળી 6 તલવાર કબ્જે કરી

પોલીસ દ્વારા આ ઇસમોની પૂછપરછ કરતા ઘાતક હથિયારો રાખવા બાબતે પાસ પરમિટ ન હોવાનું જણાયું હતું. પોલીસે નામઠામ પૂછતા ગોવિંદ દિલીપભાઈ લુહાર, સંજય સુરેશભાઈ લુહાર, ઘનશ્યામ આત્મારામ મારવાડી (તમામ રહે કલોલ ગાંધીનગર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેયને ઝડપી પાડી 34 ઇંચ લાંબી કુલ 6 નંગ તલવાર કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

પારનેરા પારડી ગામે ઘરઆંગણે ટેમ્પોમાં મુકેલા ડીજેના સામાનની ચોરી
વલસાડ: વલસાડ તાલુકાના પારનેરા પારડી ગામે ઘરના આંગણામાં ટેમ્પામાં મુકેલ ડીજે સહિત એમ્પ્લીફાયર, મિક્સર, ક્રોસ ઓવર મળી રૂપિયા 75 હજારનો સામાન તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડ તાલુકાના પારનેરા પારડી ગામે બારચાલી ફળિયામાં રહેતા દિવ્યેશભાઈ અંબુભાઈ પટેલ ડીજે વગાડીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ અનંત ચૌદશના દિને ગણેશ વિસર્જનમાં કોન્ટ્રાક્ટ હોવાથી ટેમ્પો નંબર જીજે 15 એક્સ 8487માં ડીજેનો સામાન મૂકી વલસાડ તાલુકાના મેહ ગામે વગાડવા માટે ગયા હતા અને રાત્રે વિસર્જન થયા બાદ પરત ઘરે આવી ગયા હતાં. તે ડીજેવાળો ટેમ્પો ઘરના આંગણામાં મુકીને સુઈ ગયા હતાં. તસ્કરો ટેમ્પામાં મુકેલો ડીજેના એમ્પ્લીફાયર, મિક્સર, ક્રોસ ઓવર અને ડીજેનો સામાન મળીને 75 હજાર ચોરી કરી ગયા હતાં. જે અંગેની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાવી છે.

Most Popular

To Top