National

વિદેશ મંત્રી જયશંકરની સુરક્ષા વધારવામાં આવી, IB રિપોર્ટ પછી મળી Z સિક્યોરિટી

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિદેશ મંત્રી (Foreign Minister) એસ જયશંકરની (S Jaishankar) સુરક્ષા (Security) વધારી દીધી છે. વિદેશ મંત્રીની સુરક્ષા વધારીને Z શ્રેણી કરવામાં આવી છે. અગાઉ તેમને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે ઈન્ટેલિજન્સ બ્યુરોના ધમકીના અહેવાલ બાદ વિદેશ મંત્રી જયશંકરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હવે તેમની સુરક્ષા માટે CRPF કમાન્ડો તૈયાર રહેશે. Z શ્રેણીની સુરક્ષા માટે 36 CRPF કમાન્ડો (Commando) તૈનાત કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે સુરક્ષા માટે પાંચ કેટેગરી બનાવી છે. આમાં X, Y, Y+, Z અને Z+ શામેલ છે. વ્યક્તિને જોખમ પ્રમાણે સુરક્ષા આપવામાં આવે છે. જેમ કેટેગરી વધે છે તેમ ખર્ચ પણ વધે છે. સુરક્ષાની દરેક શ્રેણી પર કેટલો ખર્ચ થાય છે તેની કોઈ ચોક્કસ માહિતી નથી. જો કે, એવો અંદાજ છે કે Z+ શ્રેણીની સુરક્ષા માટે દર મહિને રૂ. 15 થી 20 લાખનો ખર્ચ થાય છે. CRPF પાસે હાલમાં તેના VIP સુરક્ષા કવચ હેઠળ 176 લોકો છે, જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાનો સમાવેશ થાય છે.

કઈ શ્રેણીમાં કેટલી સુરક્ષા?

  • X કેટેગરીઃ તેમાં બે સુરક્ષા કર્મચારીઓ (કમાન્ડો નહીં) તૈનાત છે. વ્યક્તિગત સુરક્ષા અધિકારી (PSO) સામેલ છે.
  • Y કેટેગરીઃ તેમાં 11 સુરક્ષાકર્મીઓ તૈનાત છે. તેમાં એક-બે કમાન્ડો અને બે પીએસઓ પણ સામેલ છે.
  • Y+ કેટેગરી: 11 સુરક્ષા કર્મચારીઓ ઉપરાંત, એક એસ્કોર્ટ વાહન પણ છે. આવાસ પર એક ગાર્ડ કમાન્ડર અને ચાર ગાર્ડ પણ તૈનાત હોય છે.
  • Z કેટેગરીઃ 22 સુરક્ષા કર્મચારીઓ તૈનાત છે. આમાં 4 થી 6 NSG કમાન્ડો પણ સામેલ છે. દિલ્હી પોલીસ અને CRPFના જવાનો પણ અહીં રહે છે.
  • Z+ કેટેગરીઃ લગભગ 58 સુરક્ષા કર્મચારીઓ તૈનાત છે. તેમાં 10 થી વધુ NSG કમાન્ડો રહે છે. એક બુલેટપ્રૂફ કાર અને બે એસ્કોર્ટ વાહનો પણ છે. આવાસની બહાર પોલીસ છાવણી પણ હોય છે.

Most Popular

To Top