SURAT

પાંડેસરાની આકૃતિ મિલમાં ભયાનક આગ,જીવ બચાવવા લગાવી મોતની છલાંગ

સુરત :ગુરુવારે બપોરે પાંડેસરા (Pandesara) વિસ્તારમાં આવેલી આકૃતિ ડાઇંગ (Aakruti Dyeing) મિલમાં અચાનક આગ (Fire) લાગી ગઈ હતી.જેને લઇને આફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.ઘટનામાં બે વ્યકિતીઓ દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જયારે જીવ બચાવવા માટે એક કર્મચારી પહેલા માળેથી કૂદી ગયો હતો.આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગેનો કલોલ મળતાની સાથે જ ચાર ફાયર સ્ટેશનનો (Fire Station)10થી વધુ ગાડીઓનો કાફલો ઘટના સથળે પહોચી ગયો હતો અને આગ ઓલવવાની જહેમતમાં લાગી જઈને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.મિલમાં ફસાયેલા અનેક લોકોને રેસ્ક્યુ કરીને બાહર કાઢી લેવામાં આવ્યા હતા જયારે એક મહિલાએ જીવના જોખમે કૂદકો મારતા તેને ઈજાઓ પહોંચી હતી.

જીવના જોખમે લગાવી પહેલા માળેથી છલાંગ
પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી આકૃતિ ડાઇંગમાં આગ લાગવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો.જેને લઇને પાંડેસરા ફાયર વિભાગનો કાફલો અને શહેરના અન્ય ફાયર વિભાગની રેક્સ્ક્યુ ટિમ પણ મિલમાં પહોંચી ગઈ હતી.આગ ભભુકતાની સાથે જ મિલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.આગે જોત-જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આગને કઈ મિલમાં કામ કરતા લેબરોએ જીવ બચાવવા માટે ભાગદોડ મચાવી હતી.કેટલાક વર્કરો પહેલા માળેથી નીચે કૂદી ગયા હતા.

10થી વધુ ગાડીઓએ આગ બૂજાવી
ઘટનાના અનુસંધાનમાં ફાયર વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર પાંડેસરા જીઆઈડીસી ખાતે આવેલી આકૃતિ ડાઈંગ મીલમાં અચાનક આગ લાગી હોવાનો કોલ તેમને મળ્યો હતો. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના સાથળ ઉપરથી ફાયર વિભાગને જે રીતનો કોલ મળ્યો હતો તેને લઈ અલગ-અલગ ચાર ફાઇલ વિભાગની ગાડીઓ મિલમાં પહોંચી ગઈ હતી. મજુરા, ડીંડોલી ,માનદરવાજા અને ભેસ્તાન ફાયર વિભાગની 10 થી વધુ ગાડીઓ આગ ઉપર કાબુ મેળવવા ઘટના સ્થળે પહોંચ હતી. ઘટનાને લઇ ફાયર વિભાગ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો.

સેન્ટર મશીનમાં આગ લાગી હતી
પ્રાપ્ત જાણકારી અનુસાર મિલના સેન્ટર મશીનમાં આગ લાગી ગઈ હતી.જેનો કોલ ફાયર વિભાગને મળતા ફાયર કાફલો ઘટના સથળે પહોંચ્યો હતો.જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ડાઇંગ મિલ કામકાજ ચાલી રહ્યું તેજ સમયે અચાનક આગ લાગી ગઈ હતી.મિલમાં રો મટીરીયલ અને બીજો સમાન હોવાને કારણે આગના લપેટમાં આવી ગયો હતો.અને આગ જોત-જોતામાં મિલમાં સ્પસરી ગઈ હતી.કારીગરો પણ આ સમયે કામ કાજ માં વ્યસ્ત હતા ત્યારે તેઓને આગ લાગી ગઈ હોવાની જાણ થતા તેઓ બધા જ એકીસાથે જીવ બચાવવા ભાગવા લાગ્યા હતા..

Most Popular

To Top