Dakshin Gujarat

અર્ટિગા કારમાં દારૂ લઈને આવેલા પુષ્પાએ કામરેજના ટીમ્બા ગામની સીમમાં પોલીસને જોઈને કર્યું આ કામ

પલસાણા: (Palsana) સુરત જિલ્લા એલસીબીને (LCB) મળેલી બાતમી આધારે કામરેજના ટીમ્બા ગામની (Timba Village) સીમમાંથી એક અર્ટિગા ગાડીમાંથી (Car) 1.30 લાખનો દારૂ (Alcohol) ઝડપી પાડ્યો હતો. પોલીસે (Police) કારચાલકની અટક કરી અન્ય છ વ્યક્તિને વોન્ટેડ (Wanted) જાહેર કર્યા હતા.

  • કામરેજના ટીમ્બામાં 1.30 લાખના દારૂ સાથે ચાલકની અટકાયત, પુષ્પા સહિત છ ફરાર
  • પોલીસે કારચાલકની અટક કરી અન્ય છ વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા

સુરત જિલ્લા એલસીબીને બાતમી મળી હતી કે, એક સિલ્વર કલરની મારુતિ અર્ટિગા ગાડી નં.(GJ-19-BA-2641)માં વિદેશી દારૂનો જથ્થો ભરી માંડવીના દેરોદ ખાતે કોઇને આપવા માટે જનાર છે. જે બાતમીના આધારે એલ.સી.બી.એ ટીમ્બામાં રેડ કરતાં અર્ટિગા ગાડી નં.(GJ-19-BA-2641)નો ચાલક અશોક લાલુરામ પ્રજાપતિ (ઉં.વ.૨૪) (હાલ રહે.,આરાધના સોસાયટી, જોળવા, તા.પલસાણા, મૂળ રહે.,રાજસ્થાન)ને પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે બાજુમાં બેસેલા ઈસમ પુષ્પા પ્રજાપતિ (હાલ રહે.,આરાધના સોસાયટી, જોળવા, તા.પલસાણા, મૂળ રહે.,આશીન, રાજસ્થાન) ગાડીમાંથી ઊતરી નાસી જવામાં સફળ રહ્યો હતો.

પકડાયેલા ઈસમના કબજાની અર્ટિગા ગાડી નં.(GJ-19-BA-2641) ગાડીમાં તપાસ કરતાં અંદરથી 1,30,800નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારૂ કબજે કરી દારૂ મંગાવનાર શૈલેષ અશોક રાઠોડ (રહે.,દેરોદ, તા.કામરેજ) તથા રાકેશ સોમા રાઠોડ (રહે.,દેરોદ, તા.કામરેજ), વિદેશી દારૂ મોકલનાર રાજમલ ઉર્ફે રાજુ ચુનીલાલ કુમ્હાર (રહે.,સાકી, તા.પલસાણા) તેમજ દારૂ ભરી આપી જનાર ધન્નો, પિકઅપ ગાડીમાં જથ્થો ભરી આપી જનાર રોમિયો મળી છને વોન્ટેડ જાહેર કરાયા હતા.

જીતાલીમાં મોપેડ ઉપર દારૂની ખેપ મારતો ખેપિયો ઝડપાયો
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામની ડ્રીમ સિટી પાસેથી મોપેડમાં લઈ જવાતાં વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસમથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો. દરમિયાન બાતમી મળી હતી કે, જીતાલી ગામના પીઠું ફળિયામાં રહેતો બુટલેગર મોપેડ નં.(GJ-16-DF-4240) લઈ ડ્રીમ સિટી તરફ જવાનો છે. એવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. એ વેળા પોલીસે બાતમીવાળું મોપેડ આવતાં તેને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 17 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો અને મોપેડ તેમજ ફોન મળી કુલ રૂ.31 હજારના મુદ્દામાલ સાથે બુટલેગરની અટકાયત કરી હતી. જ્યારે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top