National

પાકિસ્તાને સાત વર્ષ બાદ દ. આફ્રિકા સામે ટેસ્ટ જીતી

કરાચી,તા. 29(એપી): પાકિસ્તાને બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને સાત વિકેટથી હાર આપીને 1-0ની મહત્ત્વની લીડ મેળવી લીધી છે. મેચના ચોથા દિવસે પાકિસ્તાને જીત માટે 88 રનના લક્ષ્યાંકને પાછળ રાખીને 90 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની પ્રથમ ઇનિંગ્સમાં 109 રન બનાવનાર ફવાદ આલમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.
પાકિસ્તાને 7 વર્ષ બાદ દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ક્રિકેટમાં જીત મેળવી છે. પાકિસ્તાને તેની છેલ્લી ટેસ્ટ જીત ઓક્ટોબર 2013 માં સાઉથ આફ્રિકા સામે અબુધાબીમાં મેળવી હતી. ત્યારે પણ પાકિસ્તાનની ટીમે સાત વિકેટથી જીત મેળવી હતી. દક્ષિણ આફ્રિકા સામે 27 ટેસ્ટમાં પાકિસ્તાનની આ પાંચમી જીત છે. 15માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. સાત ટેસ્ટ ડ્રો રહી છે. દક્ષિણ આફ્રિકાની ટીમ 245 રનમાં ઓલઆઉટ થઈ ગઈ
ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાએ ચાર વિકેટે 187 રનની રમતની શરૂઆત કરી હતી. આખી ટીમ 245 રનમાં ઓલઆઉટ થઇ હતી. પ્રથમ ટેસ્ટ રમતા નૌમાન અલીએ પાંચ અને યાસીર શાહે ચાર વિકેટ લીધી હતી. હસન અલીને એક વિકેટ મળી.
વિજયના નાના લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાનની ટીમે પણ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ, આખરે તે 23 મી ઓવરમાં જીતી ગયું હતું. અઝહર અલીએ 31 અને કેપ્ટન બાબર આઝમે 30 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી, નોર્કિયાએ બે અને કેશવ મહારાજે એક વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકાએ પહેલી ઇનિંગમાં માત્ર 220 રન નોંધાવ્યા હતા જેના જવાબમાં પાકિસ્તાને પહેલી ઇનિંગમાં 378 રન કરીને 158 રનની સરસાઇ મેળવી હતી. દ. આફ્રિકા બીજી ઇનિંગમાં 245 રન કરી શકતા પાકિસ્તાન સામે 88 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top