Gujarat

મોદીના ગુજરાતમાં ‘પાકિસ્તાન ઝીંદાબાદ’ ના નારા લાગ્યા: વીડિયો વાયરલ થતાં ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા

કચ્છ: ગ્રામ પંચાયતની ચૂંટણીના (Gram Panchayat Election) પરિણામ (Results) જાહેર થતા ઠેર ઠેર જગ્યાએ જીતનો ઉત્સવ (Celebration) મનાવવામાં આવી રહ્યો છે. કચ્છ (kutch)માં ચૂંટણીના પરિણામ બાદ એક વિડીયો વાયરલ (viral video) થઈ રહ્યો છે. જેમાં ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ જીતની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યાર બાદ વિજય રેલી (Rally) પણ કાઢવામાં આવી હતી. પરંતુ આ રેલીમા અસામાજિક તત્વો દ્વારા પાકિસ્તાન જિંદાબાદ (Pakistan jindabad) ના નારા લગાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં ગૃહરાજ્યમંત્રી (Minister of State for Home Affairs) હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ તાત્કાલિક તપાસનો આદેશ (Order of inquiry) આપ્યો છે.

કચ્છના અંજાર તાલુકાના (Anjar taluka) દુધઈ ગ્રામ પંચાયતમાં ચૂંટણીની વિજેતા રેલીનો વિડીયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક લોકો ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા (Slogans of Pakistan Zindabad) લગાવ્યા હતા. દુધઈ જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ ઉમેદવારોની પેનલ વચ્ચે યોજાઈ હતી. 4200ના મતદાન ધરાવતા દુધઈમાં મંગળવારે સાંજે ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. જેમાં રીનાબેન રાંઘુભાઈ કોઠીવારને 1026 મત મળતા વિજેતા જાહેર થયા હતા. ત્યારે તેમના સમર્થકો મતદાન મથકની ભીડ એકત્રિત કરી વિજય રેલી કાઢી હતી. આ દરમિયાન તેમાંથી કોઈએ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

તપાસના આદેશ આપ્યા છે, કસૂરવારોને છોડવામાં આવશે નહીં : ગૃહમંત્રી હર્ષ સંઘવી

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયો અંગે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલે કચ્છના રેન્જ IG સાથે ચર્ચા કરી છે. કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાનના સમર્થનમાં લાગેલા નારાને લઈને સવારે જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને નારા લગાવનાર તમામ લોકોને પકડવામાં આવશે.

જે ઉમેદવારની વિજયરેલીમાં પાકિસ્તાન જિન્દાબાદના નારા લાગ્યા તે જ ઘટનાથી અજાણ

ઉલ્લેખનીય છે કે વિજેતા રીનાબેન કોઠીવારના પતિ રાઘુભાઈ કોઠીવાડએ જણાવ્યું કે, આવી કોઈ ઘટના હજુ સુધી મારા ધ્યાનમાં આવી નથી. જોકે, અમારી તપાસ ચાલું છે. આ મામલે દુધઈના પીએસઆઇ ગોહિલ જણાવ્યું હતું કે, આવો એક વીડિયો અમારી સામે આવ્યો છે, તે વીડિયોમાં ખરેખર કોઈ બોલી રહ્યું છે. એ કોણ બોલ્યું છે તેની ઓળખ માટેના પ્રયાસો શરૂ કર્યા છે. તેના બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top