Dakshin Gujarat

સત્તા નહીં હોવા છતાં પણ વલસાડના ASIએ પાસાના નામે લાંચ માંગી, આખરે જેલ ભેગો

એએસઆઇ (ASI) કક્ષાના અધિકારીને પ્રોહિબીશનના ગુનામાં આરોપીને (Accused) પાસા કરવાની સત્તા ન હોવા છતાં પણ પાસાના નામે 50 હજારની લાંચ (Bribery) માંગી હતી. આ કેસમાં વલસાડ (Valsad) રૂરલ પોલીસના (Police) એએસઆઇ સતીષ સોમવંશીની (ASI Satish Somvanshi) ધરપકડ કરાઇ હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા.

વલસાડ પોલીસે (Valsad Police) એક બુટલેગરને (Bootlegger) રિક્ષામાં (Auto) દારૂ લાવતા પકડ્યો હતો. આ બુટલેગરની સામે દારૂનો કેસ કર્યા બાદ પાસાની કાર્યવાહી નહી કરવા માટે થઇને 1 લાખની લાંચ માંગવામાં આવી હતી. આખરે મામલો 50 હજારમાં પુરો થયો હતો. બુટલેગરની પાસેથી વલસાડ રૂરલ પોલીસના એએસઆઇ સતીષ સયાજીભાઇ સોમવંશીએ તેના પ્રાઇવેટ માણસ રામસીંગ જયરામ પાટીલને (Ramsing Jayram Patil) રૂા. 50 હજાર આપી દેવા માટે કહ્યું હતું. પોલીસે થોડા દિવસો પહેલા જ રામસીંગની ધરપકડ કરીને જેલમાં (Prison) મોકલી આપ્યો હતો. ત્યારે આ કેસમાં સુરત એસીબીએ (Surat SBA) વલસાડના એએસઆઇ સતીષ સોમવંશીની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સરકારી વકીલ તેજસ પંચોલીએ (Tejas Pancholi) દલીલો કરી હતી કે, આરોપી એએસઆઇને પ્રોહિબીશન ગુનામાં આરોપીને પાસાની કાર્યવાહી કરવાની સત્તા ન હોવા છતાં પણ તેને લાંચ માંગી હતી અને તેનો ઓડિયો રેકોડીંગ પણ છે. ત્યારે આરોપીના વધુમાં વધુ રિમાન્ડ મળે તેવી દલીલો કરાઇ હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ સતીષ સોમવંશીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો.

બીજા આરોપીએ 50 હજાર સ્વીકાર્યા ત્યારે એએસઆઈનો કેટલો ભાગ હતો?

  • આરોપીના કહેવાથી બીજા આરોપીએ 50 હજાર સ્વીકાર્યા હતા અને તેમાંથી આરોપીને કેટલો ભાગ મળવાનો હતો
  • વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સંડોવાયા છે કે કેમ….?
  • પ્રાઇવેટ વ્યક્તિ રામસીંગે ખુમાનસીંગ દાદાના કહેવાથી રૂપિયા લેવા ગયા હતા, તે અંગે પુછપરછ કરવાની છે
  • આરોપીનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી, લેડ વોઇસ એનાલીસીસ ટેસ્ટ તથા સસ્પેક્ટ ડિટેશન સિસ્ટમ ટેસ્ટની તપાસ કરવા આરોપીની જરૂર છે

Most Popular

To Top