Sports

NZ vs PAK: પાકિસ્તાને ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ ન્યુઝીલેન્ડને 21 રને હરાવ્યું, સેમીફાઇનલની આશા અકબંધ

નવી દિલ્હી: વર્લ્ડ કપ 2023ની (worldcup 2023) 35મી મેચમાં આજે પાકિસ્તાનનો (Pakistan) મુકાબલો ન્યુઝીલેન્ડ (Newzealand) સામે છે. આ મેચ બેંગ્લોરના (Banglore) ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ હારનારી ટીમ માટે આગળનો રસ્તો મુશ્કેલ હશે. તેમજ વિજેતા ટીમ અંતિમ-ચાર માટે દાવો કરશે. પાકિસ્તાને તેની અગાઉની મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. આ સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ છેલ્લી ત્રણ મેચ હારી ગઈ છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

વરસાદના કારણે રમત ફરી બંધ થઈ ગઈ હતી. ત્યારે 25.3 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 200/1 હતો. પાકિસ્તાને ડકવર્થ-લીસ નિયમ હેઠળ ન્યુઝીલેન્ડને 21 રને હરાવ્યું. આ જીત સાથે જ પાકિસ્તાન સેમિફાઈનલમાં પહોંચવાની આશા જાળવી રાખશે. આ સાથે જ ન્યુઝીલેન્ડ માટે રસ્તો મુશ્કેલ બની ગયો છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 401 રન બનાવ્યા હતા. રચિન રવિન્દ્રએ 108 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન વિલિયમસને 95 રનનું યોગદાન આપ્યું હતું. ફિલિપ્સે 41 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી મોહમ્મદ વસીમ જુનિયરે ત્રણ વિકેટ ઝડપી હતી. હસન અલી, ઈફ્તિખાર અહેમદ અને હરિસ રઉફે એક-એક વિકેટ લીધી હતી.

25 વર્ષથી ઓછી ઉંમરના વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવામાં રચિન રવિન્દ્રએ 2 સદી ફટકારનાર સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. રચિને અત્યાર સુધી પોતાના ડેબ્યૂ વર્લ્ડ કપમાં 523 રન બનાવ્યા છે અને આ મામલે તે હવે માત્ર જોની બેયરસ્ટોથી પાછળ છે, જેણે 2019 વર્લ્ડ કપમાં 532 રન બનાવ્યા હતા. રચિન હવે વર્લ્ડ કપની તેની પ્રથમ આવૃત્તિમાં 500 થી વધુ રન બનાવનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે.

બંને ટીમની પ્લેઇંગ 11

  • ન્યુઝીલેન્ડ: ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરીલ મિશેલ, ટોમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ.
  • પાકિસ્તાન: અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઈફ્તિખાર અહેમદ, સઈદ શકીલ, આગા સલમાન, શાહીન આફ્રિદી, હસન અલી, મોહમ્મદ વસીમ જુનિયર, હરિસ રઉફ.

Most Popular

To Top