Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) વેસુમાં સોમેશ્વર સર્કલ પાસે ઘરનો સામાન તેમજ દવા (Medicine) લઈને ઘરે પરત ફરતી વેળા પરિણીતાની મોપેડ સ્લીપ થઇ જતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરિણીતાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

  • વેસુ સોમેશ્વર સર્કલ પાસે મોપેડ સ્લિપ થઈ જતાં 33 વર્ષીય પરિણીતાનું મોત
  • નજીકની દુકાનેથી ઘરનો સામાન અને દવા લઈને પરત ફરતી વેળા અકસ્માત, ટૂંકી સારવાર દરમિયાન મોત

નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના વતની સોનલબેન ચિંતન બાપના (33 વર્ષ), વેસુ વિસ્તારમાં કેસલ બ્રાઉન એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતી હતી. સોનલબેનના પતિ ચિંતન ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સોનલબેન બુધવારે સાંજે ઘર પાસેની દુકાનમાં ઘરનો સામાન તેમજ દવા લેવા માટે મોપેડ લઈને ગયા હતા.

સામાન લીધા બાદ તે ઘરે પરત આવી રહ્યા હતાં તે દરમિયાન સોમેશ્વર સર્કલ પાસે સોનલબેનની મોપેડ સ્લીપ થઇ જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેથી અન્ય રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. ઘટનાની જાણ થતાં પરિવાર પણ હોસ્પિટલ દોડી આવ્યું હતું. જ્યાં સારવાર દરમિયાન સોનલબેનનું બુધવારે રાત્રે મોત નિપજ્યું હતું. સોનલબેનના મોતથી એક સંતાને માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. અકસ્માતને પગલે વેસુ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

To Top