Top News

More Posts

   The Latest

Most Popular

ધેજ: (Dhej) ચીખલીના ચીમલામાંથી દારૂ (Alcohol) ભરેલી કાર (Car) સાથે ત્રણ મહિલા ઝડપાઇ ગઈ હતી. પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે ચીખલી તાલુકાના ચીમલા ગામમાં ખુલ્લા વાડામાં તપાસ કરતા વિદેશી દારૂ તથા બીયરના ટીન મળી આવ્યા હતા.

બનાવની પોલીસ મથેકથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન પૂર્વ બાતમીના આધારે ચીખલી તાલુકાના ચીમલા ગામના ઉગામના ફળીયામાં હેતન નટવરલાલ કોળી પટેલના કબ્જાના ખુલ્લા વાડામાં તપાસ કરતા જ્યાંથી વિદેશી દારૂ તથા ટીન બીયરની નાની મોટી બોટલ નંગ-૫૦૪ કિંમત રૂ.૫૨,૪૪૦/- મળી આવી હતી. અહીંથી પોલીસે ચાર મોબાઈલ ફોન કિ.રૂ.૯,૦૦૦/-,બે સુઝુકી એક્સેસ કિ.રૂ.૮૦,૦૦૦/-,એક નંબર વગરની બલેનો કાર કિ.રૂ.૫ લાખ,રોકડ રૂ.૫૦,૦૦૦/- તેમજ ગાડીના પાકિટમાં મુકેલ રોકડ રૂ.૧,૩૨૦/- મળી કુલ્લે રૂ.૬,૯૨,૭૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી સુનિલ જીતેન્દ્ર યાદવ (રહે.પારડી દમણીઝાપા જોકમોરડી પારડી તા.પારડી જી.વલસાડ),જીતુકુમાર બચુભાઇ યાદવ (રહે.પારડી નવીનગરી ભેસ્લાપાળ દમણીઝાપા પરિયા રોડ પારડી તા.પારડી જી.વલસાડ),હેતન નટવરલાલ કોળી પટેલ,સુશીલાબેન છીબુભાઈ કોળી પટેલ,જમનાબેન ઈશ્વરભાઈ કોળી પટેલ (ત્રણેય રહે.ચીમલા ઉગામણા ફળીયા તા.ચીખલી) ની ધરપકડ કરી હતી.

જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર વિકાસ ઉર્ફે વિકાસ ભૈયો અશોક યાદવ (રહે.પારડી દમણીઝાપા ભેસ્લાપાડા તા.પારડી જી.વલસાડ) તેમજ માલ મંગાવનાર હિતેશ ઈશ્વર કોળી પટેલ,પ્રિયંકા હિતેશ કોળી પટેલ (બંને રહે.ચીમલા ઉગામણા ફળીયા તા.ચીખલી) ને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પીએસઆઇ એમ.કે.ગામીત કરી રહ્યા છે.

To Top