Vadodara

ભારતીય ટીમ પરાસ્ત, બરોડીયન્સ નિરાશ

વડોદરા: ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ખેલાયેલ વર્લ્ડ કપ મેચ મા ભારતની કારમી હાર થતા વડોદરા ના ક્રિકેટ રસિયાઓ મા જાણે માતમ ફેલાયેલો જોવા મળ્યો હતો. ઉત્સાહ ભારે નિરાશામા ફેરવાઈ ગયો હતો. વડોદરા વાસીઓ એ જીત ને વઘાવવા ફટાકડા, મીઠાઈ, મિત્રો સાથે પાર્ટીના આયોજનો કરાયા હતા. કેટલાક લોકો એ મૌખિક શરતો પણ લગાવી હતી. પરંતુ ભારતની હાર થતા વડોદરાના ક્રિકેટ રસીકો ની આશા ઘોર નિરાશા મા ફેરવાઈ ગઇ હતી. વડોદરા મહાનગર પાલિકા એ મેચ જોવા માટે વિવિધ સ્થળોએ મોટા સ્ક્રીન લગાવ્યા હતા.

વડોદરા વાસીએ તો ભારતની જીત માટે હોમ હવન કરી ભગવાન ને પ્રાર્થના ઓ કરી હતી પરંતુ ભારત ની હાર થતા તમામ ના ચહેરા પર નું નૂર ઉડી ગયું હતું. જીત બાદ ઉજવણી ના તમામ આયોજન ભારે હૈયે રદ કરવાની ફરજ પડી હતી. જેમાં ખાસ કરી ને યુવાનો વધુ ઉદાસ જોવા મળ્યા હતા. કારણ કે આજનો રવિવારે મેચ જોવાના આયોજનો સવાર થી જ ગોઠવાયા હતા પરંતુ રાત ઢળતા જ તમામ મહેનત પર પાણી ફરી વળતા” દશેરા ના દિવસે જ ઘોડું દોડ્યું નહીં “ કહેવત સાચી પડી હતી.

ગલી મહોલ્લા અને પાલિકા દ્વારા મોટા સ્ક્રીન પર ક્રિકેટ રસીકોએ મેચ નિહાળી
વડોદરાના ક્રિકેટ ચાહકો માટે શહેરમા વિવિધ જગ્યાએ મલ્ટીપ્લેક્સમાં મેચની સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ક્રિકેટ વિશ્વ જ્યાં લોકો મેચ નિહાળી રહ્યા હતી. મહાનગરપાલિકા દ્વારા શહેરના અટોકા સ્ટેડિયમમાં સ્ક્રીન લગાવવામાં આવી હતી આ સાથે આરસી દત્ત રોડ પર આવેલા શ્રીમ શાલિની મોલની બહાર પણ મોટી સ્ક્રીન લગાવાઈ હતી કરાયું આ ઉપરાંત શહેરમાં આવેલા વિવિધ મલ્ટીપ્લેક્સમાં પણ મેચના સ્ક્રીનિંગનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેથી લોકો એક સાથે મોટા પ્રમાણમાં ભેગા થઈ આ મેચનો આનંદ માણ્યો હતો.જ્યારે વડોદરામાં અકોટા સ્ટેડિયમમાં વ્યવસ્થા વિશાળ સંખ્યામાં લોકો માટે બેઠકનું આયોજન સયાજીબાગ ગેટ નંબર 2 પર સ્ક્રીન ગોઠવાઈ હતી.

વર્લ્ડ કપ ક્રિકેટ ફાઈનલ મેચને લઈને વડોદરામાં કર્ફ્યુ જેવો માહોલ હતો
વર્લ્ડ કપ ક્રિકેટ ફાઈનલ મેચને લઈને સમગ્ર શહેર માં ઉત્સાહ અને ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો છે દિવાળી સમયે વધુ એક દિવાળી ઉજવવા માટે તૈયાર બેઠા છે.બપોરે મેચ શરૂ થવાની સાથે જ શહેરના રાજમાર્ગો પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. શહેર ના રાજમર્ગો પર અવર જવર ઓછી જોવા મળી હતી. બજારો મા પણ ગ્રાહકો ની પાંખી હાજરી જોવા મળી હતી.વાહનોની અવરજવર પણ પાંખી જોવા મળી હતી. આમ વડોદરા વાસીઓએ મન ભરી ને મેચ માણી હતી. બીજી તરફ કેટલાક ક્રિકેટ રસીક વેપારી ઓએ બપોર બાદ દુકાનોના શટર પાડી દીધા હતા.લોકોએ પરિવાર અને મિત્રો સાથે મેચ નિહાળી હતી.મોટા ભાગના કુટુંબો એ આજે સાંજે ઓનલાઈન જમવાનું મંગાવ્યું હતું જેથી રસોડાની રાણીઓ પણ ઘરના ટીવી સામે ગોઠવાઈ ગઇ હતી.

નબળી બેટીંગથી ક્રિકેટ રસિયા નારાજ
અમદાવાદ મા રમાઈ રહેલ વર્લ્ડકપ ફાઇનલ મા ભારતે બેટિંગ શરૂ કરી હતી. માત્ર 150 રન મા અડધી ટીમ પાછી વળી ગઇ હતી. ત્યાર બાદ પણ ભારતના ક્રિકેટરોએ નબળી બેટીંગ કરતા વડોદરા ના ક્રિકેટ રસિયાઓ મા ભારે નારાજગી જોવા મળી હતી.ભારતે 240 રન કર્યા હતા. જો બેટીંગ સારી હોત તો ભારત આસાની થી 350 રન કરી ને ઓસ્ટ્રેલિયા ને પડકાર આપી શક્યા હોત. તેવું ક્રિકેટ ચાહકો નું માનવું છે.

ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી વુમન ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો સટોડિયો ઝડપાયો
વડોદરા : હાલમાં ક્રિકેટ મેચ પર ઓનલાઇન આડી દ્વારા સટ્ટો રમાઇ રહ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી વુમન બીગ બેસ લીગ ટુર્નામેન્ટની મેચ પર સટ્ટો રમાડતા એક સટોડિયાને પીસીબી પોલીસે ઝડપી પાડયો હતો. જ્યારે સટ્ટો રમવા માટે આઇડી આપનાર બે લોકોને વોન્ટેડ જાહેર કરીી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પીસીબી પોલીસની ટીમે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે સયાજીગંજ વિસ્તારમાં પ્રિયલક્ષ્મી મિલની ચાલીમાં રહેતો ફારૂક હુસેન સૈયદ હાલમાં ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી વુમન બીગ બેસ લીગ ક્રિકેડ ટુર્નામેન્ટની મેચ પર સટ્ટો રમાડી રહ્યો છે અને હાલમાં ફારૂક નરહરિ સર્કલ પાસે બેઠો છે.

જેથી પીસીબીની ટીમે બાતમી મુજબના સ્થળ પર જઇને ફારૂક ઉર્ફે આફ્રિદીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી મોબાઇલ લઇને ચેક કરતા ક્રિકેટનો સટ્ટો રમવાની બે આઇડી મળી આવી હતી. આઇડી પર સિડની સિક્સર વુમન બીગ બેસ વિરૃદ્ધ એડિલેડ સ્ટ્રાઇકર્સ વચ્ચે રમાઇ રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન રમવામાં આવેલા સટ્ટાનું તા.12થી 18 દરમિયાનનું હાર જીતનું લિસ્ટ હતું. વોટ્સએપ એપ્લિકેશનમાં બાપુ લિયાકત બી તથા ખાલી આઇડી સુરેશ બીના નામે સેવ કરેલા હતા. તેની બંને આઇડીમાં 8.30 લાખનું બેલેન્સ હોવાનું જાણવા મળ્યુ હતું. આઇ.ડી.બાબતે તેને પુછપરછ કરતા જણાવ્યું હતું કે, એક આઇ.ડી. રિતેશ ઉર્ફે મોન્ટુ અગ્રવાલ ( રહે.કૃષ્ણપુરી સોસાયટી, માંજલપુર) તથા અન્ય એક આઇ.ડી. સૈયદ બાપુ ( રહે. તાંદલજા) પાસેથી લીધા હતા.

Most Popular

To Top