Sports

VIDEO: વર્લ્ડ કપમાં હાર બાદ PM મોદી ઈન્ડિયન ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમમાં જઈ આશ્વસન આપ્યું

અમદાવાદ: આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023ની (ICCODIWorldCup2023) ફાઇનલમાં હાર ભારતીય ક્રિકેટ ટીમના (IndianCricketTeam) ખેલાડીઓ અને ચાહકો માટે આંચકાથી ઓછી નથી. 43મી ઓવરના છેલ્લાં બોલ પર ગ્લેન મેક્સવેલે (Mexwel) બે રન લેતા જ કરોડો ભારતીયોનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. હાર બાદ ભારતીય ખેલાડીઓના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી.

ભાવુક કેપ્ટન રોહિત શર્મા (RohitSharma) તરત જ ડ્રેસિંગ રૂમની અંદર જતો રહ્યો હતો. મોહમ્મદ સિરાજ (MohammadSiraj) મેદાન પર જ રડવા લાગ્યો હતો. કે.એલ. રાહુલે (KLRahul) પોતાની ભીની આંખોને કેપથી છુપાવી દીધી હતી.

આ મેચ જોવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) પણ અમદાવાદ પહોંચ્યા હતા. પીએમના નામ પરથી સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં ભારત વર્લ્ડકપ જીતીને ઈતિહાસ રચશે તેમ લાગી રહ્યું હતું, પરંતુ સપનું તુટી ગયું.

અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા (Australia) સામે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હાર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. પીએમ મોદીએ ખેલાડીઓ પાસે જઈ તેમને દિલાસો આપી તેમને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો.

જાડેજાએ પીએમ મોદી સાથેનો ફોટો ટ્વીટ કર્યો
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પીએમ મોદી સાથેનો ફોટો શેર કર્યો છે. આ સાથે જાડેજાએ કેપ્શનમાં લખ્યું, ‘અમારી ટૂર્નામેન્ટ ઘણી સારી હતી પરંતુ ગઈકાલે અમે હારી ગયા. આપણે બધા દુઃખી છીએ પણ આપણા લોકોનું સમર્થન અમને આગળ લઈ જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગઈકાલે ડ્રેસિંગ રૂમની મુલાકાત ખાસ અને ખૂબ જ પ્રેરણાદાયી હતી.’

સ્ટાર બોલર અને વર્લ્ડકપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મોહમ્મદ શમીએ પણ વડાપ્રધાન સાથેની તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. શમી વડાપ્રધાનને ભેંટીને ખૂબ જ ભાવુક થઈ ગયો હતો.

નરેન્દ્ર મોદીએ બે ટ્વીટ કર્યા
વર્લ્ડ કપ ફાઈનલ બાદ વડાપ્રધાન મોદીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘પ્રિય ટીમ ઈન્ડિયા, વર્લ્ડ કપમાં તમારી પ્રતિભા અને સંકલ્પબધ્ધતા અદભૂત હતી. તમે ખૂબ જ ભાવના સાથે રમ્યા અને દેશને ગૌરવ અપાવ્યું. અમે આજે અને હંમેશા તમારી સાથે છીએ.’

વિજયી ટીમ ઓસ્ટ્રેલિયાને અભિનંદન આપતા વડાપ્રધાન મોદીએ લખ્યું, ‘વર્લ્ડ કપમાં શાનદાર જીત માટે ઓસ્ટ્રેલિયાને અભિનંદન! સમગ્ર ટુર્નામેન્ટમાં તેમનું પ્રદર્શન પ્રશંસનીય હતું જે એક શાનદાર વિજય સાથે સમાપ્ત થયું. ટ્રેવિસ હેડને આજે તેના નોંધપાત્ર પ્રદર્શન બદલ અભિનંદન.

વડાપ્રધાને જાતે વિજેતા ટીમને ટ્રોફી આપી હતી
નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને વર્લ્ડ કપની ટ્રોફી આપી હતી. વડાપ્રધાન મેચ પૂરી થાય તે પહેલા જ સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેણે દર્શકોની વચ્ચે બેસીને મેચ નિહાળી હતી. ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સ પણ તેમની સાથે હતા.

Most Popular

To Top