વડોદરા: શહેરની મધ્ય માં આવેલા સયાજીબાગમાંથી વધુ એક ચંદનના લાકડાની ચોરીનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે. બાગમાં ફરજ બજાવતા સિક્યુરિટી...
ગોવા ભારતના સૌથી નાનાં રાજ્યોમાંનું એક છે. આહ્લાદક દરિયાકિનારો, વાદળી પાણી, સોનેરી રેતી અને પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર પણ ગોવા છે, પરંતુ તેના...
૨૩/૧૨ ના શનિવારના મિત્રમાં ‘ ભગવદ્ ગીતા ‘( મહાભારતના યુદ્ધ વચાળે શ્રીકૃષ્ણે અર્જુનને આપેલો ઉપદેશ ( સંદેશ) અંગેનો તંત્રીલેખ મનનીય રહ્યો.( ‘...
સુરત જિલ્લાના એક ઉદ્યોગોથી ધમધમતા ગામ, જેને નગર પણ કહી શકાય, શહેર પણ, ત્યાંની આ વાત છે. આ સ્થળે એક શૈક્ષણિક સંસ્થા...
તાજેતરમાં એક નેતાને ત્યાં દરોડો પડતાં એને ત્યાંથી બેનંબરી 300 કરોડ રૂ. પકડાયા. બીજી બાજુ એક અધિકારીને ત્યાંથી 400 કરોડ પકડાયા. આટલી...
એક ઝેન ગુરુ ફરતા ફરતા એક ગામમાં આવ્યા.ગામલોકોએ અને નગરશેઠે તેમનું સ્વાગત કર્યું.નગરશેઠે તેમને પોતાની હવેલી પર બોલાવ્યા અને પછી વિનંતી કરી...
શાળા વેકેશનમાં ભૂલકાંભવનમાં વાલી મેળાવડાનો એક કાર્યક્રમ હતો. વાલીઓ પોતાનાં સંતાનોને લઈ આવેલા. કાર્યક્રમના પ્રારંભે બાળમંદિરના સંચાલક શ્રી વીરેન્દ્રભાઈએ જણાવ્યું કે બાળકનાં...
એક મોટા ફેરબદલમાં કોંગ્રેસે 23 ડિસેમ્બરે પુષ્ટિ કરી હતી કે, પ્રિયંકા ગાંધી વાડ્રાને ઉત્તર પ્રદેશના પ્રભારી મહાસચિવ પદેથી રાહત આપવામાં આવી છે....
પાકિસ્તાન અને ચીન વચ્ચે પાકી દોસ્તી છે અને આ બંને દેશો ભારતને ભીંસમાં લેવા માટે ભેગા મળીને અનેક ગતકડાઓ કરી ચુક્યા છે....
નવી દિલ્હી: હાલ ભારતીય કુસ્તીના પહેલવાનો સાથે ચાલી રહેલો વિવાદ શમવાનું નામ નથી લઇ રહ્યો. આ વિવાદ ભારતીય કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ...
એન્નોર: આજે વહેલી સવારે તમિલનાડુના એન્નોરમાં એક સબ-સી- ગેસની પાઇપમાંથી (sub-sea gas pipe) એમોનિયા ગેસ (ammonia gas) લીક (Leak) થવાની ઘટના બની...
નવી દિલ્હી: ભારતીય (Indian) રેસલિંગમાં (Wrestling) ચાલી રહેલો વિવાદ (Controversy) શમવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સાક્ષી મલિકે (Sakshi Malik) રેસલિંગ ફેડરેશનની...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના વઢવાણીયા ગામની દૂધડેરી પાસે ત્રણ સવારી મોટરસાઇકલ (Motorcycle) આગળ ચાલી રહેલા ટ્રેક્ટરના ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતાં મોટરસાઇકલ સવાર...
પાકિસ્તાન: પાકિસ્તાનમાં (Pakistan) આવતા વર્ષે 2024માં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી (General Election) યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં પહેલીવાર એક હિંદુ મહિલાએ...
ગાંધીનગર: ગુજરાતી (Gujarati) ભાષાની (Language) જાળવણીની જરૂરિયાત પર ભાર મૂકતા સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કહ્યું હતું કે ‘અંગ્રેજી આવડે એ...
વડોદરા: (Vadodara) ઔદ્યોગિક વિસ્તાર નંદેસરીમાં ફરી એકવાર ગેસ લીકેજનો (Gas Leakage) બનાવ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નંદેસરીની અલીન્દ્રા કેમિકલ કંપનીમાં આજે...
વડોદરા: જેટકો પરીક્ષા (Jetco Exam) મામલે વડોદરા (Vadodara) શહેરમાં અગાઉની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો આ દરમિયાન 48 કલાકની સમય...
વલસાડ: (Valsad) પોલીસે (Police) પકડેલા વાહનોમાં ચોરીની (Theft) ઘટના કોઇ નવી નથી. પોલીસ જ્યારે પણ કોઇ વાહન પકડે ત્યારે તેમાંથી ચોરી અચૂક...
નવી દિલ્હી: નવી દિલ્હીના (New Delhi) ચાણક્યપુરી વિસ્તારમાં ઈઝરાયેલ એમ્બેસીની (Israel Embassy) પાછળના ખાલી પ્લોટમાં બ્લાસ્ટ (Blast) થયાની માહિતી સામે આવી છે....
નવી દિલ્હી: આગામી દિવસોમાં રામ મંદિર (Raam Mandir) પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ આખા દેશમાં ચાલી રહી છે. દરમિયાન આ સમારોહમાં સંમિલિત થવા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) નામમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. પીએમ મોદીની લોકપ્રિયતાનો (Popularity) પુરાવો વિશ્વના સૌથી મોટા વીડિયો સ્ટ્રીમિંગ...
નવી દિલ્હી: મુંબઈમાં (Mumbai) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસને ઈમેલ (E-Mail) દ્વારા બોમ્બની (Bomb) ધમકી (Threat) આપવામાં આવી હતી. આ ઈમેલમાં...
નવી દિલ્હી: મહાસાગરો યુદ્ધનું નવું મેદાન બનવાની વચ્ચે સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર ‘INS ઈમ્ફાલ’ને (INS Imphal) મંગળવારે મુંબઈમાં (Mumbai) ભારતીય નૌકાદળમાં (Indian...
નવી દિલ્હી: હાલ થોડા સમય અગાઉ ભારત (India) સાથે સંબંધ ધરાવતા જહાજ ઉપર ડ્રોન (Drone) વડે હુમલાઓ કરવામાં આવ્યા હતા. દરમિયાન હવે...
સુરત : સુરત (Surat) સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) બે મહિનાથી એક બાળકની સારવાર ચાલી રહી છે. ત્યારે અચાનક પરિવાર ગાયબ થયું...
નવી દિલ્હીઃ (New Delhi) પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અવારનવાર એથ્લેટ્સને તેમજ અન્ય ખેલાડીઓને મળતા રહે છે. હાર પર શોક અને...
નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) પર મોટીવેશનલ સ્પીકરો (Motivational Speaker) વચ્ચે તણાવનો માહોલ બની રહ્યો છે. આ બંને મોટીવેશનલ સ્પીકરોનો આજના...
સુરત: ઔદ્યોગિક નગરી સુરતમાં (Surat) અવારનવાર આગની (Fire) ઘટનાઓ બની રહી છે. આજે વધુ એક આગજનીની ઘટના શહેરમાં બની છે. પાંડેસરા જીઆઈડીસીમાં...
ગાંધીનગર(GandhiNagar) : રાજ્ય સરકારે (GujaratGovernment) ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં (GiftCity) દારૂની (Liquor) છૂટ આપતા જ રાતોરાત ગિફ્ટ સિટીની ડિમાન્ડ વધી ગઈ છે. રાજ્ય...
કોઇપણ ધંધો-રોજગાર, વ્યવસાય, માણસના સ્વબાવના આધારે ચાલતો હોય છે જબાન મીઠી-મધુર રાખો તો કોઇને પણ જીતી શકાય છે, પ્રેમ ભર્યા બે શબ્દોથી...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
વડોદરા: શહેરની મધ્ય માં આવેલા સયાજીબાગમાંથી વધુ એક ચંદનના લાકડાની ચોરીનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે. બાગમાં ફરજ બજાવતા સિક્યુરિટી જવાનો આવી જતા તસ્કરો લાકડું છોડીને નદીના માર્ગે નાસી છૂટ્યા હતા. અગાઉ અનેકવાર ચંદનના લાકડાની ચોરી થઇ ચુકી છે છતાં તંત્ર દ્વારા આ મોંઘાદાટ લાકડાની જાળવણીમાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી હોવાનું જણાઈ રહ્યું છે. શહેરના સયાજીબાગમાં ચંદનના અનેક વૃક્ષો આવેલા છે. ભૂતકાળમાં ચંદનચોર ટોળકી દ્વારા અનેક લાકડાઓની ચોરી કરવામાં આવી છે છતાં આ ઘટનાઓથી તંત્રએ કોઈ શીખ લીધી નથી.
સોમવારની મધ્ય રાત્રીએ બે તસ્કરો સયાજીબાગમાં ચંદનના લાકડાની ચોરી માટે પ્રવેશ્યા હતા. તેઓએ વૃક્ષ કાપી નાખ્યું હતું તેવામાં બાગમાં ફરજ ઉપરના સિક્યુરિટી જવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા. અને લાઈટ મારતા બંને તસ્કરો પાછળના નદીના માર્ગે નાસી છૂટ્યા હતા. રાત્રીના 2.45 કલાકે ઘટેલી ઘટના અંગે સવારે સિક્યુરિટી વિભાગ દ્વારા અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આ મામલે પોલીસ મથકમાં અરજી પણ આપવામાં આવી છે. અને ત્યાર બાદ પંચનામું કરવામાં આવ્યું છે. તસ્કરોએ વૃક્ષને કાપીને પડી દીધું હતું જેથી હવે આ લાકડાને નર્સરી ખાતે મોકલી આપવામાં આવશે.
હાલ સુધીમાં 50 જેટલા વૃક્ષોની ચોરી
સયાજી બાગમાં અનેક ચંદનના વૃક્ષો ઉગાડવામાં આવ્યા હતા. જો કે એક બાદ એક આ વૃક્ષોની ચોરી થઇ છે. જાણવા મળ્યા મુજબ હાલ સુધીમાં 50 થી વધુ ચંદનના વૃક્ષો કાપીને તેની તસ્કરી કરવામાં આવી છે છતાં પાલિકાનું તંત્ર જાગતું નથી. પાલિકા માત્ર સિક્યુરિટી જવાનોના આધારે આટલા મોંઘાદાટ ચંદનના વૃક્ષો છોડી રહ્યું છે. આ વિસ્તારમાં સીસીટીવી કેમેરાની સુવિધા પણ હોય તેમ લાગી રહ્યું નથી.
ચંદનના એક વેંત લાકડાનો બજાર ભાવ રૂ.800 થી રૂ.1000
ચંદનનું લાકડું મોંઘા ભાવે વેચાય છે. બજારમાં ચંદનના લાકડાનો ભાવ જોઈએ તો એક વેંત જેટલું લાકડું કે જેનો વ્યાસ અડધો ફૂટ જેટલો હોય તેની બજાર કિંમત 800 થી 1000 રૂપિયા ચાલે છે. તસ્કરો જો આ આંખે આખું ઝાડ કાપી ને લઇ જવામાં સફળ થયા હોત તો તેની બજાર કિંમત લાખોમાં આંકી શકાય.
સિક્યુરિટી સ્ટાફની ઘટ હોવાના કારણે બાગમાં ધ્યાન નથી અપાતુ
તસ્કરો આવ્યા ત્યારે સિક્યુરિટી જવાનો રાઉન્ડમાં હતા તેઓ આવી ગયા હતા અને તેઓએ ટોર્ચ મારતા તસ્કરો નાસી છૂટ્યા હતા. ફરજ ઉપર સિક્યુરિટી જવાનોની ઘટ છે. આટલા મોટા બાગમાં ઓછા જવાનો હોવાથી પૂરતું ધ્યાન નથી આપી શકાતું. બાગમાં ફર્સ્ટ શિફ્ટમાં 12, સેકન્ડ શિફ્ટમાં 14 ને નાઈટ શિફ્ટમાં 14 ગાર્ડ્સ ફરજ ઉપર આવે છે. વધુમાં પોઇન્ટ દૂર દૂર હોવાના કારણે તકલીફ ઉભી થઇ રહી છે. – ઘનશ્યામ કહાર, સિક્યુરિટી સુપરવાઈઝર