Vadodara

વડોદરા: જેટકો ભરતી વિવાદ મામલે ઉમેદવારોનું આંદોલન સ્થગિત

વડોદરા: જેટકો પરીક્ષા (Jetco Exam) મામલે વડોદરા (Vadodara) શહેરમાં અગાઉની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો આ દરમિયાન 48 કલાકની સમય મર્યાદા પૂર્ણ થતા આજે ઉમેદવારો રેસકોર્સ જેટકો ની કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં એમડી હાજર ન હોય જનરલ મેનેજર સાથે વાટા ઘાટો બાદ કોઈ યોગ્ય પ્રત્યુતર નહીં મળતા ઉમેદવારોએ ગાંધીનગર (Gandhinagar) ખાતે આંદોલનના મંડાણ કર્યા છે.

જેટકો દ્વારા વિદ્યુત સહાયકની ભરતી રદ કર્યા બાદ અધિકારીઓના પાપે ભોગ બનેલા ઉમેદવારો અને વિદ્યાર્થીનેતા યુવરાજસિંહની આગેવાની હેઠળ વડોદરા શહેરમાં જેટકોની કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કડકડતી ઠંડીમાં આખી રાત પસાર કર્યા બાદ બીજા દિવસ સુધી આશરે 30 કલાક સુધી સતત ચાલેલા આંદોલન બાદ બીજા દિવસે એમની સાથે ઉમેદવારો અને વિદ્યાર્થીનેતા યુવરાજસિંહની એક બેઠક મળી હતી. જે બેઠકમાં ચર્ચા વિચારણા બાદ કરવામાં આવે તો 48 કલાક બાદ ફરીથી આંદોલન શરૂ કરવામાં આવશે.

ત્યારે આ 48 કલાકનો સમય પૂર્ણ થતા મંગળવારે ઉમેદવારો વડોદરા જેટકો ની કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં 50થી વધુ ઉમેદવારો પૈકી અગ્રણીએ કેટલાક ઉમેદવારો સાથે જેટકો ની કચેરીમાં અધિકારી સાથે મુલાકાત કરી હતી. જો કે આ મુલાકાત દરમિયાન એમડી હાજર ન હોય જનરલ મેનેજર સાથે ચર્ચા વિચારણા કરાઈ હતી આ મુલાકાત દરમિયાન એમડી હાજર ન હોવાથી જનરલ મેનેજર દ્વારા ઉમેદવારોને કોઈ યોગ્ય જવાબ નહીં આપતા ઉમેદવારો રોષે ભરાયા હતા.

50થી વધુ ઉમેદવારો એકત્ર થઈ વિદ્યુત ભવન બહાર ઉગ્ર સૂત્રોચાર સાથે નારાજગી દર્શાવી હતી તેમજ હવે આંદોલન ગાંધીનગર સુધી પહોંચશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

અધિકારીઓએ ફેરવી તોડ્યું છે એમડી હાલ કચ્છના પ્રવાસે છે,અન્ય અધિકારીઓ સાથે મુલાકાત લીધા બાદ આ નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો છે. ત્યારે અમે વિદ્યાર્થીઓ એક જૂથ થઈને ગાંધીનગર ખાતે આંદોલન કરીશું અને સાથે ઊર્જા મંત્રીની પણ મુલાકાત લઈને રજૂઆત કરવામાં આવશે વડોદરામાં અધિકારીઓએ યોગ્ય જવાબ નહીં આપતા અમે તમામ ઉમેદવારો ગાંધીનગર ખાતે જઈ ધરણા પ્રદર્શન કરીશું : ઉમેદવાર,

Most Popular

To Top