National

હું ખોટા સમયમાં રમી, મને આજના ખેલાડીઓની ઇર્ષ્યા થાય છે, અંજુ બોબી જ્યોર્જની વાત પર PM મોદી હસી પડ્યાં

નવી દિલ્હીઃ (New Delhi) પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અવારનવાર એથ્લેટ્સને તેમજ અન્ય ખેલાડીઓને મળતા રહે છે. હાર પર શોક અને જીત પર અભિનંદન આપે છે. ત્યારે ખેલાડીઓને સાથેના તેમના વ્યવહારની સરાહના થઈ રહી છે. હવે વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં (World Athletics Championship) ભારતની પ્રથમ મેડલ વિજેતા અંજુ બોબી જ્યોર્જે દેશમાં રમતગમત અને પરિવર્તનને પ્રોત્સાહન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તેમણે ‘ખોટા યુગ’માં સ્પર્ધામાં ભાગ લીધો. આ સાંભળી પીએમ મોદી ખડખડાટ હસી પડ્યા હતા.

ક્રિસમસના અવસર પર વડા પ્રધાનના નિવાસસ્થાને આયોજિત એક કાર્યક્રમમાં બોલતા લોંગ જમ્પની મહાન ખેલાડી અંજુએ કહ્યું કે ‘એક સ્પોર્ટ્સપર્સન તરીકે મેં લગભગ 25 વર્ષ સુધી ભારત માટે રમત રમી, પણ આ સમય એવો છે જ્યારે હું ઘણા ફેરફારો જોઈ રહી છું. 20 વર્ષ પહેલા જ્યારે મેં ભારતનો પહેલો વૈશ્વિક મેડલ જીતાડ્યો હતો ત્યારે મારો વિભાગ પણ મને પ્રોત્સાહન આપવા તૈયાર ન હતો. પરંતુ નીરજ ચોપરા મેડલ જીત્યા પછી મેં બદલાવ જોયા છે. આજે રમતગમત ક્ષેત્રે આપણે જે રીતે ઉજવણી કરી રહ્યા છીએ મને તેની ઈર્ષ્યા થાય છે. હું ખોટા યુગમાં હતી.

અંજુએ એટલું જ કહ્યું કે પીએમ મોદી હસવા લાગ્યા હતા. તે જાણતા હતા કે ટોચના ખેલાડી માટે આ કહેવું કેટલું મહત્વનું છે. આ પહેલીવાર નથી જ્યારે કોઈ એથ્લેટે પીએમ મોદીના રમત પ્રત્યેનો જુસ્સો અને ઉત્સાહ વધારવા માટે આ રીતે વખાણ કર્યા હોય. પેરિસમાં 2003 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની લાંબી કૂદ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતનાર અંજુએ મહિલા સશક્તિકરણ વિશે વાત કરી અને કહ્યું કે દેશ હવે એથ્લેટ્સની સિદ્ધિઓની પણ કેવી રીતે ઉજવણી કરે છે. જણાવી દઈએ કે અંજુએ 2003માં આફ્રો-એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો અને 2004 એથેન્સ ઓલિમ્પિક ગેમ્સમાં 6.83 મીટરનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમને 2002માં અર્જુન પુરસ્કાર, 2003માં ખેલ રત્ન અને 2004માં ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

‘ભવિષ્યમાં આપણે રમતગમતમાં ટોચ પર રહીશું’
તેમણે કહ્યું કે મહિલા સશક્તિકરણ હવે માત્ર એક શબ્દ નથી. દરેક ભારતીય છોકરી સપના જોવા માટે તૈયાર છે અને તેઓ જાણે છે કે તેમના સપના સાકાર થશે. વડા પ્રધાને નાતાલના અવસર પર ખ્રિસ્તી સમુદાય સાથે વાર્તાલાપ કર્યો હતો અને અંજુ આ કાર્યક્રમમાં હાજર રહેલા અગ્રણી લોકોમાં સામેલ હતી. અંજુએ કહ્યું કે મને લાગે છે કે નજીકના ભવિષ્યમાં રમતની દુનિયામાં આપણે ટોચ પર હોઈશું.

Most Popular

To Top