National

મેડ ઇન ભારત ‘INS ઈમ્ફાલ’ નેવીમાં સામેલ થયું, તાકાત જાણીને દુશ્મન દેશોના હોશ ઉડી જશે

નવી દિલ્હી: મહાસાગરો યુદ્ધનું નવું મેદાન બનવાની વચ્ચે સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર ‘INS ઈમ્ફાલ’ને (INS Imphal) મંગળવારે મુંબઈમાં (Mumbai) ભારતીય નૌકાદળમાં (Indian Navy) સામેલ કરવામાં આવ્યું છે. યુદ્ધ જહાજના ઇન્ડક્શન સમારોહમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમાર હાજર રહ્યા હતા. Mazagon Dock Limited દ્વારા બનાવવામાં આવેલ INS ઇમ્ફાલ ઘણી આધુનિક સુવિધાઓથી સજ્જ છે .જેની તાકાત અને ક્ષમતાની સામે દુશ્મન દેશોનું ટકી શકવું મુશ્કેલ છે.

INS ઇમ્ફાલને ભારતીય નૌકાદળ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ‘વિશાખાપટ્ટનમ’ વર્ગના ચાર વિનાશક યુદ્ધ જહાજોમાંથી આ ત્રીજું યુદ્ધ જહાજ છે. INS ઇમ્ફાલ લાંબા અંતરની સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલ ફાયર કરવાની ક્ષમતાથી સજ્જ છે. તેમાં સ્ટીલ્થ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. ભારતીય નૌકાદળને સમુદ્રમાં મોટો ફાયદો આપવાના ઉદ્દેશ્યથી તેને તૈયાર કરવામાં આવ્યું છે.

આઈએનએસ ઈમ્ફાલ સબમરીન વિરોધી યુદ્ધ અભિયાન ચલાવવા માટે પણ સક્ષમ છે. તે સ્વદેશી રીતે વિકસિત રોકેટ લોન્ચર્સ અને ટોર્પિડો લોન્ચર્સથી સજ્જ છે અને તેમાં આધુનિક સર્વેલન્સ રડાર છે જે ગનરી વેપન સિસ્ટમ્સને લક્ષ્ય ડેટા પ્રદાન કરે છે. ભારતીય નિર્મિત વિનાશકમાં 75 ટકા ઉચ્ચ સ્વદેશી સામગ્રી છે, જેમાં મધ્યમ-રેન્જની સપાટીથી સપાટી પરની મિસાઇલો, બ્રહ્મોસ મિસાઇલ, ટોર્પિડો ટ્યુબ લોન્ચર અને 76 મીમી સુપર રેપિડ ગન માઉન્ટનો સમાવેશ થાય છે.

આઈએનએસ ઈમ્ફાલને નેવીમાં સામેલ કરવા પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારતીય નૌકાદળમાં ‘INS ઈમ્ફાલ’નો સમાવેશ સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા દર્શાવે છે. તે MDL અને નૌકાદળની રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.” તેના નિર્માણમાં તમામ હિતધારકોની સખત મહેનત અને સમર્પણ સામેલ છે. મને સાચે જ વિશ્વાસ છે કે INS ઇમ્ફાલનું કમિશનિંગ ભારતીય નૌકાદળને મજબૂત બનાવશે.

Most Popular

To Top