Top News

More Posts

   The Latest

Most Popular

ન્યુ યોર્ક: બ્લેક પેન્થર (Black Panther) સ્ટાર અને સ્ટંટવુમન (Stuntwoman) કેરી બેર્નાન્સનો (Carrie Bernans) નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અકસ્માત (Accident) થયો હતો. કેરી સોમવારે 1 જાન્યુઆરી 2024ના રોજ ન્યૂયોર્કમાં હિટ એન્ડ રન (Hit and run) અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ (wounded) થઈ હતી. અકસ્માતમાં તેણીને અનેક ફ્રેક્ચર (Fracture) થયા હતા. તેમજ દાંત પણ તૂટી ગયા છે. હાલમાં તેણી હોસ્પિટલમાં (Hospital) દાખલ છે અને તેની સારવાર (Treatment) ચાલી રહી છે. અભિનેત્રીની (Actress) માતાએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી શેર કરી છે.

29 વર્ષની કેરી બેર્નાન્સ તાજેતરમાં જ માતા બની છે. જોકે, સારી વાત એ છે કે આ અકસ્માત થયો ત્યારે બાળક તેમની સાથે નહોતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મેનહટનમાં એક રેસ્ટોરન્ટના આઉટડોર ડાઇનિંગ એરિયામાં કેરી બેર્નાન્સને એક કાર ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અભિનેત્રીને ગંભીર ઈજાઓ થઈ છે. તેમજ અભિનેત્રીને અનેક ફ્રેક્ચર થયા હતા. હાલ તેણી હોસ્પિટલમાં છે અને તેણીની હાલત સ્થિર છે.

માતાએ દીકરીના અકસ્માતના સમાચાર આપ્યા
અભિનેત્રીના પ્રતિનિધિ દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી છે કે અકસ્માત સમયે અભિનેત્રીનું આઠ મહિનાનું બાળક તેની સાથે ન હતું. કેરી બેર્નાન્સની માતા પેટ્રિશિયા લીએ પણ અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણીએ તેની દિકરીની જે તસવીરો શેર કરી છે તે ખૂબ જ ભયાનક છે. તેમને જોઈને અંદાજ લગાવી શકાય છે કે અકસ્માત કેટલો ખતરનાક હતો. તસવીરોમાં કેરીનો લોહીથી લથબથ ચહેરો દેખાય છે. ચહેરા પર સોજો અને તૂટેલા દાંત પણ જોઇ શકાય છે.

માતાએ કહ્યું- કેરી માટે પ્રાર્થના કરો
અભિનેત્રીની માતાએ તસવીરો સાથે કેપ્શન લખ્યું છે, ‘તે હજુ પણ ખૂબ પીડામાં છે. તે આ સમયે કોઈના કૉલ્સ લેવા માટે સક્ષમ નથી. પરંતુ, તમારા બધાના સંદેશા તેણીને શક્તિ આપી રહ્યા છે. તે એક દર્દનાક ઘટના હતી. કૃપા કરીને તમે બધા કેરી માટે પ્રાર્થના કરો. તેણી ઘણી પીડામાં છે, પરંતુ ધીરે ધીરે સ્વસ્થ થઈ રહી છે. તમારા બધા પ્રેમ અને સમર્થન માટે હૃદયપૂર્વક આભાર. કેરી હોસ્પિટલમાં ડોકટરોની દેખરેખ હેઠળ છે. તેમજ કેરીના ચાહકો તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે.

To Top