Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) ‘પપ્પા હું ઓફિસે જાઉં છું, આજે મારે કામ છે’ તેમ કહી ઘરેથી નીકળેલા વરાછાના યુવકે ઓફિસમાં (Office) ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. રવિવારે શેર બજારની ઓફિસમાં શું કામ હોય તે જોવા મટે પિતા ઓફિસે આવ્યા તો પુત્ર લટકતો જોવા મળ્યો હતો.

  • ‘પપ્પા હું ઓફિસે જાઉં છું, આજે મારે કામ છે’ તેમ કહી ઘરેથી નીકળેલા યુવકે ઓફિસમાં ફાંસો ખાઈ લીધો
  • રવિવારે શેર બજારની ઓફિસમાં શું કામ હોય તે જોવા માટે પિતા ઓફિસે આવ્યા તો પુત્ર લટકતો જોવા મળ્યો

સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ઊનાના વતની દીપેશ અરવિંદભાઈ વાઘેલા (34 વર્ષ) હાલ વરાછા ઉમિયા માતાના મંદિર પાસે આવેલ અમર જ્યોત સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો. દીપેશ લાલદરવાજા ખાતે આવેલ રુધનાથપુરા રોડ ઉપર વૈભવ ચેમ્બરમાં શેર બજારની ઓફિસ ધરાવતા હતા. રવિવારે સવારે દીપેશ ‘પપ્પા હું ઓફિસે જાઉં છું, આજે મારે કામ છે’ તેમ તેના પપ્પા અરવિંદભાઈને કહીને ઘરેથી નીકળી ગયો હતો. અરવિંદભાઈ પૂજા કરતા હતા. જેથી દીપેશને વધારે કંઈ પૂછ્યું નહીં હતું. પૂજા થયા બાદ અરવિંદભાઈએ દીપેશને ફોન કર્યો હતો. પરંતુ તેને ફોન ઉપાડ્યો નહોતો. રવિવારે શેર બજારની ઓફિસમાં શું કામ હોય તેમ વિચારી અરવિંદભાઈ લાલદરવાજા ખાતે તેની ઓફિસે ગયા હતા. જ્યાં ઓફિસનો દરવાજો અંદરથી બંધ હતો. જેથી અરવિંદભાઈએ ચાવી બનાવવાવાળાને બોલાવી ડુપ્લીકેટ ચાવી બનાવીને જોતા દીપેશ ઓફિસની અંદર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. બનાવને પગલે મહિધરપુરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

To Top