ધર્મશાલા(DharmShala) : ભારત અને ઈંગ્લેન્ડ (IndiaVsEngland) વચ્ચે 5 મેચની ટેસ્ટ (Test) શ્રેણીની અંતિમ મેચ આજે તા. 7 માર્ચથી ધર્મશાલામાં શરૂ થઈ છે....
શ્રીનગર: કલમ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રથમ વખત શ્રીનગરની મુલાકાત લીધી હતી. આજે પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરને કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ...
માંગરોળ(Mangrol): સુરત જિલ્લાના અંતરિયાળ ગામોમાં દીપડાના (Leopard) હુમલાના કિસ્સા સામાન્ય બન્યા છે. અવારનવાર દીપડા ગામમાં ઘુસી પશુધનને શિકાર બનાવે છે. અનેકોવાર ઘરમાં,...
બેંગ્લોર ખાતે બોલિંગ કેમ્પમાં સિલેક્ટ થશે તેવો આઇપીએલમાં રમવાની તક મળશે તેવુ કહી યુવકને લલચાવ્યો વેજલપુરનો યુવક મોતીબાગ ક્રિકેટ ક્લબ ખાતે પ્રેકિટસ...
જૂનાગઢ: જૂનાગઢના (Junagadh) ગિરનારની (Girnar) તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથ ભગવાનનું ખુબ પ્રાચીન મંદિર આવેલું છે. મંદિરના સ્વયંભુ શિવલીંગની પૃષ્ઠભૂમિ અદભુત(નિસર્ગ) ખૂબ...
વનવિભાગ ટીમ અને કરમસદ દયા ફાઉન્ડેશનની ટીમની 17 કલાકની ભારે જહેમત બાદ વાનરનુ રેસ્ક્યુ કરાયું બોરસદ તાલુકાના વિરસદના ભાગોળ વિસ્તારમાં છેલ્લા બે...
નડિયાદ – કપડવંજ રોડ પર અજાણ્યા વાહને 2 બાઇકને ટક્કર મારી હતી કઠલાલમાંથી પસાર થતાં નડિયાદ – કપડવંજ રોડ પર પુરપાટ ઝડપે...
અમદાવાદ(Ahmedabad) : અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના (CrimeBranch) ગેટ પાસે મહિલા ડોક્ટરના આપઘાતના (Female Doctor Sucide) કેસમાં નવો વળાંક આવ્યો છે. આ મહિલા ડોક્ટરની...
બે દિયરે પણ દોડી આવી હુમલો કર્યોપોલીસે ત્રણેય ભાઇ સામે ગુનો નોંધ્યો બોરસદના નાપા વાંટામાં વિચિત્ર બનાવ બન્યો હતો. જેમાં ફ્રિજ ફંફોસતા...
ચંદીગઢ(Chandigadh) : પંજાબ (Punjab) અને હરિયાણામાં (Hariyana) ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને (Farmers Protest) લઈને ચંદીગઢની હાઈકોર્ટમાં (High court) સુનાવણી (Hearing) હાથ ધરવામાં...
સ્કૂલ લાઈફ અને કોલેજ લાઈફ વિશે જયારે કોઇ ટી.વી. સિરીયલ કે વેબ સિરીઝ આવે તો તેમાં એક જૂદી મઝા આવતી હોય છે....
સુરત(Surat): જેને ખૂબ પ્રેમ કરતી હતી તે પ્રેમી પરિણીત અને એક સંતાનનો પિતા હોવાની જાણ થતાં હતાશ થયેલી પ્રેમિકા ભગ્ન હૃદયે આપઘાત...
બીજેપી વડોદરા મહાનગરનું ઓફિસિયલ ફેસબુક પેજ હેક કરવામાં આવ્યું છે. આ પેજ ઉપર અર્ધનગ્ન અવસ્થામાં બે વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા છે. જો કે...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) નેતા પ્રમોદ યાદવને ઉત્તર પ્રદેશના જૌનપુરમાં (Jaunpur) અજાણ્યા બદમાશોએ ગોળી મારી દીધી હતી. હોસ્પિટલમાં...
‘દિલ દેકે દેખો ફિલ્મ પહેલાં શમ્મી કપૂરની જે ઇમેજ હતી તે એ ફિલ્મ રજૂ થયા પછી બદલાઈ ગઇ. તે એકદમ ડેશીં, કોલેજ,...
ફિલ્મોનું પ્રમોશન શરૂ થાય તો તેની સાથે કયારેક ગોશીપનું પ્રમોશન પણ થવા માંડે છે. હમણાં સિધ્ધાર્થ મલ્હોત્રા તેની ‘યોધ્ધા’ ફિલ્મના પ્રમોશનમાં રાશી...
નવી દિલ્હી: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં (Delhi liquor scam case) EDની તપાસ હેઠળ રહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની (CM Arvind Kejriwal) મુશ્કેલીઓ...
જાહેર રસ્તા ઉપર થૂંકવાથી રોગચાળાનો ફેલાવાનો ભય રહેલો છે. લોકોને જાહેર રસ્તા પર થૂંકતાં અટકાવવા માટે અને અમદાવાદને સ્વચ્છ શહેર બનાવવા અર્થે...
અજય દેવગણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ટોપ બિઝનેસ માઈન્ડ સ્ટાર છે. શાહરૂખ ખાન 10 સફરજન વેચવાના બદલે એક મોટું તડબૂચ વેચવામાં માને છે જયારે...
માનવ જીવનમાં એક માત્ર લગ્ન જીવન જ એવો સંબંધ છે જેમાં છૂટા છેડાની જોગવાઇ કાયદાકીય રીતે છે તે સિવાયના કોઇપણ સંબંધમાં છૂટાછેડાનું...
શિવભક્તો ભોલેનાથની પૂજા કરે છે. ભક્તો શિવલિંગ પર બિલ્વપત્ર, ધંતુરો, કમળ, કાળા તલ વિ. ચઢાવે છે. દૂધ અને જળનો અભિષેક કરે છે....
રીનાનાં લગ્ન થયાં.સાસરામાં બધા સારા માણસો હતાં.પણ રીનાને ગમતું ન હતું. તે થોડા થોડા દિવસે પિયર જતી રહેતી અને બે ત્રણ દિવસ...
નાગરિક સન્માનોની મોસમમાં કૃષિવિજ્ઞાની એમ.એસ.સ્વામીનાથનના નામની ઘોષણા સર્વોચ્ચ ભારતીય નાગરિક સન્માન ‘ભારતરત્ન’માટે કરવામાં આવી. સૌ જાણે છે એમ દેશને અન્ન ક્ષેત્રે સ્વાવલંબી...
‘શું ભારત સરમુખત્યારશાહી ધરાવતો દેશ બની રહ્યો છે?” જાણીતા યુ ટ્યુબર ધ્રુવ રાઠીએ આવો સવાલ કરીને તેનાં પ્રમાણ આપતો અડધો કલાકનો વિડીયો...
જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે અને ત્યારના દાયકાઓ સુધી ભારત દેશને ગરીબોનો દેશ કહેવામાં આવતો હતો. અનેક સરકારો આવી અને ગઈ...
આ વર્ષે નવેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. હાલમાં, રાષ્ટ્રપતિની આ ચૂંટણીમાં મહત્ત્વના ઉમેદવારો વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેન અને ભૂતપૂર્વ...
મુસાફરોની સુવિધા માટે અને તહેવારોની આ સિઝનમાં તેમની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ અને મડગાંવ વચ્ચે વાયા વસઈ રોડ પર...
ક્રેન અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા મામેરું આપવા જતી મહિલાઓ ઈજાગ્રસ્ત ભારે વાહનોને કારણે ત્રણથી વધુ વાહનચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત વડોદરા જિલ્લો...
ફાયરબ્રિગેડના ત્રણ ફાયર એન્જીનના સ્ટાફ સાથે આગ બુઝાવવાની કામગીરી આગ ક્યા કારણોસર લાગી કે લગાવવામાં આવી : રહસ્ય અકબંધ વડોદરા શહેર નજીક...
રાજસ્થાનનો પરિવાર રાણકપુર એકસપ્રેસ ટ્રેનમાં બેસી બોરીવલ્લી જતો હતો વડોદરા સ્ટેશન પહેલા યાર્ડમાં ધીમી પડતા અંધારાનો લાભ લઇને ગઠિયો પર્સ લઇ ચાલુ ટ્રેને...
જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
વડોદરા બનશે સ્માર્ટ સિટી: VMCના 70 સિગ્નલો 24 કલાક કાર્યરત
આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનો ચમકારો અનુભવાશે
અલવી બોહરા સમાજ દ્વારા હિજરી સન ૧૧૪૦માં ખોદાયેલા કૂવાને કેવી રીતે પુનર્જીવિત કરાયો……
વડોદરા: તાંદલજમા રહેતા પતિની પોતાની પત્નીએ જ બે શખ્સો સાથે મળી હત્યા કરી હોવાની કબુલાત
ફતેગંજની શાળામાં સરની કામગીરીમાં પાણી-બેઠક સુવિધા ન આપતા યુવક ઢળી પડ્યો
બ્રહ્માકુમારીઝ અટલાદરાથી શરૂ થયેલી શાંતિ પદયાત્રામાં સૌ ભાઈ બહેનોએ શાંતિદૂત બની શાંતિના કિરણો વાતાવરણમાં ફેલાવ્યા
દક્ષિણ આફ્રિકા સામેની ODI સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, કેએલ રાહુલ બન્યો કેપ્ટન
સુરતમાં 4 વર્ષના બાળક પર રખડતા શ્વાનોનો ભયાનક હુમલો, માસૂમના શરીર પર 50થી વધુ ઇજાઓ થઈ
બિહારમાં માતાના દૂધમાં યુરેનિયમ મળી આવ્યું: 6 જિલ્લાઓમાં 40 કેસ સામે આવ્યા, જાણો શું છે કારણ..?
વિંગ કમાન્ડર નમાંશ સ્યાલનો મૃતદેહ ખાસ વિમાનથી પોતાના વતન લવાયો, લશ્કરી સન્માન સાથે અંતિમવિધિ થશે
MP: બેતુલ જિલ્લા હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી, દર્દીઓને સમયસર બચાવી લેવાયા
“આપણા દેશો વચ્ચેની મિત્રતા હંમેશા ટકી રહે” PM મોદીને મળ્યા બાદ ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ કહ્યું…!
કારેલીબાગમાં ફૂટપાથ પર ગેસ લાઈનમાં લીકેજથી આગ
26/11 અને દિલ્હી વિસ્ફોટો પર શાહરૂખ ખાને આ શું કહ્યું..?
શિકારની શોધમાં ફળિયામાં મહાકાય અજગરની લટાર, લોકોમાં ફફડાટ
AAI એ અત્યાર સુધીનો સૌથી મોટો નેવિગેશન આધુનિકીકરણ કાર્યક્રમ શરૂ કર્યો
રિસાયકોલી એઆરએસ કંપનીના દૂષિત પાણીથી ખેડૂતોને હાલાકી
શિયાળામાં શહેરીજનોને બેવડી ઋતુનો અનુભવ : પારો 16 ડીગ્રી નોંધાયો
નોઈડા – ગાઝિયાબાદમાં ડીઝલ ઓટો પર પ્રતિબંધ: પ્રદૂષણ રોકવા યુપી સરકારની મોટી કાર્યવાહી
G20 સમિટમાં PM મોદીનું સંબોધન: આ ત્રણ મોટા પ્રસ્તાવો રજૂ કર્યા
વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા “સંવિધાન ગૌરવ દિવસ” ની ઉજવણી ની તૈયારી ઓ શરૂ
દિલ્હીમાં ઝેરી વાયુ પ્રદૂષણ અટકાવવા માટે 10,000 ઇલેક્ટ્રિક હીટરનું વિતરણ, CM રેખા ગુપ્તાની જાહેરાત
પંજાબી ગાયક હરમન સિદ્ધુનું કાર અકસ્માતમાં દુઃખદ અવસાન, 37 વર્ષની ઉમરે કહ્યું અલવિદા
SIRના ભૂતે દેશમાં 7નો ભોગ લીધો, આજે વધુ બે BLOના મોત
સુરતની યુવાન ડોક્ટર એકાએક કેફેના નવમાં માળેથી કેમ કૂદી ગઈ?, વોટ્સએપ ચેટથી ચોંકાવનારો ખુલાસો
સાઉથ આફ્રિકા 247/6: 148 વર્ષમાં પહેલીવાર આવું બન્યું, ગુવાહાટી ટેસ્ટમાં જાણો શું થયું..
ઘેરાવો અને ઉગ્ર રજૂઆતો વચ્ચે ₹4 કરોડના કામોનું ખાતમુહૂર્ત!
એશિઝની પહેલી ટેસ્ટનું બે જ દિવસમાં પરિણામઃ હેડની 69 બોલમાં સદી, ઓસ્ટ્રેલિયા જીત્યું
VIDEO: રણવીરે જુનિયર ટ્રમ્પની ગર્લફ્રેન્ડને બોલિવુડ સોંગ પર નચાવી, હોલિવુડ પોપસ્ટાર JLO ભારત આવી
વડોદરા : વિધવાએ લગ્ન કરવાની ના પાડી દેતા પ્રેમીએ અંગત ફોટા વાયરલ કરી નાખ્યા, યુવકની ધરપકડ
ધર્મશાલા(DharmShala) : ભારત અને ઈંગ્લેન્ડ (IndiaVsEngland) વચ્ચે 5 મેચની ટેસ્ટ (Test) શ્રેણીની અંતિમ મેચ આજે તા. 7 માર્ચથી ધર્મશાલામાં શરૂ થઈ છે. આજે મેચનો પ્રથમ દિવસ છે. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, તે નિર્ણય ખોટો પડ્યો હતો. અડધા દિવસમાં ઈંગ્લેન્ડની ટીમ 218 રન બનાવી ઓલઆઉટ થઈ હતી.
જવાબમાં ભારતના ઓપનર્સ રોહિત શર્મા અને યશસ્વી જ્યસ્વાલે ધમાકેદાર શરૂઆત કરી હતી. બંને બેટ્સમેનોએ વિકેટ ગુમાવ્યા વિના ભારતનો સ્કોર 100 પાર પહોંચાડ્યો હતો. ભારતની પહેલી વિકેટ 104 રન પર પડી હતી. અર્ધસદી ફટકાર્યા બાદ યશસ્વી જ્યસ્વાલ આઉટ થયો હતો.
જોકે, ત્યાર બાદ કેપ્ટન રોહિત શર્માનો સાથ આપવા શુભમન ગિલ મેદાનમાં ઉતર્યો હતો. દિવસના અંતે ભારતે 30 ઓવરની રમતમાં 1 વિકેટ ગુમાવી 135 રન બનાવી લીધા હતા. કેપ્ટન રોહિત શર્મા 52 અને શુભમન ગિલ 26 રન બનાવી રમતમાં છે. હજુ ભારત ઈંગ્લેન્ડથી 83 રન પાછળ છે.
આ અગાઉ પહેલા દિવસે બેટિંગ લાયક પીચ હોવા છતાં ઈંગ્લેન્ડનો એકેય બેટ્સમેન ટકી શક્યો નહોતો. કુલદીપ યાદવના સ્પીનના જાદૂ સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનો નિ:સહાય જણાતા હતા. બેઝબોલ ક્રિકેટ ભારતીય બોલરો સામે સદંતર ફલોપ સાબિત થયું હતું. અડધા દિવસમાં જ ઈંગ્લેન્ડની આખીય ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.
પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 218 રન જ બનાવી શકી છે. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ જેક ક્રાઉલીએ 79 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી સૌથી સફળ બોલર કુલદીપ યાદવ રહ્યો હતો. યાદવે 5 વિકેટ લીધી હતી. પોતાની 100મી ટેસ્ટ રમતા રવિચંદ્રન અશ્વિને 4 વિકેટ જ્યારે રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી હતી.
રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ પહેલા જ શ્રેણી 3-1થી કબજે કરી ચૂકી છે. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં આયોજિત આ ટેસ્ટ મેચ રવિચંદ્રન અશ્વિન અને જોની બેરસ્ટોની 100મી ટેસ્ટ છે.
દેવદત્ત પડિક્કલનું ડેબ્યુ, ભારતીય ટીમમાં બે ફેરફાર
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર જોવા મળ્યા છે. દેવદત્ત પડિક્કલે આ મેચમાં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું છે. રજત પાટીદારને બહાર બેસાડાયો છે. જસપ્રીત બુમરાહની વાપસીને કારણે આકાશ દીપ પણ ટીમની બહાર છે.
ઈંગ્લેન્ડની ટીમમાં એક ફેરફાર
ઈંગ્લેન્ડની ટીમમાં ધર્મશાલા ટેસ્ટ માટે એક ફેરફાર કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર ઓલી રોબિન્સનની જગ્યાએ માર્ક વૂડની વાપસી થઈ છે. આ રીતે બેન સ્ટોક્સની કપ્તાનીવાળી ટીમ બે ઝડપી બોલરો સાથે પાંચમી મેચમાં ઉતરશે. જ્યારે શોએબ બશીર, ટોમ હાર્ટલી સ્પિન હુમલામાં સામેલ થશે.
ધર્મશાલા ટેસ્ટ માટે ભારતની પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, દેવદત્ત પડિકલ, રવિન્દ્ર જાડેજા, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહ.
ધર્મશાલા ટેસ્ટમાં ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), ટોમ હાર્ટલી, માર્ક વુડ, શોએબ બશીર અને જેમ્સ એન્ડરસન.